રેલ મંત્રાલયની તરફથી જાહેર કરેલા આદેશો અનુસાર એવા અધિકારીઓ કે કર્મચારીઓ જેમની અપોઈન્ટમેન્ટ તો એક જાન્યુઆરી 2004 બાદ થઈ હતી પરંતુ તેમની પસંદગીની પ્રક્રિયા સાથે જોડાયેલા દરેક કાર્ય એક જાન્યુઆરી 2004ના પહેલા જ પુરા કરી લેવામાં આવ્યા હતા. હવે આવુ દરેક કર્મચારીઓને જુની pension સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવી લીધુ છે. એટલે કે તેમને ઓલ્ડ પેન્શન સ્કીમનો ફાયદો મળી શકશે. મહત્વનું છે કે આ સમયગાળામાં રેલ મંત્રાલયમાંથીમોટી સંખ્યામાં ભરતીઓ બહાર પાડવામાં આવી હતી. વિવિધ ઝોનમાં દેશભરમાં લગભગ 2.50 લાખ એપોન્ટ આ સમયમાં કરવામાં આવ્યું હતું. આ સંબંધમાં દક્ષિણ રેલવેએ સુચન જાહેર કરી દીધા છે. દક્ષિણ રેલવેની તરફથી જાહેર કરવામાં આવેલા સુચનો અનુસાર જે પણ કર્મચારીઓને જુની પેન્શન સ્કીમનો ફાયદો લેવો છે તેમને 30 સપ્ટેમ્બર 2020 પહેલા તેની જાણકારી રેલવેને આપવાની રહેશે. આ સુવિધાને લઈને રેલવેની તરફથી એક ફોર્મ જાહેર કરવામાં આવ્યું છે જેને ભરીને જમા કરાવવું જરૂરી છે.
રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યા અનુસાર રેલવે બોર્ડની તરફથી જાહેર કરવામાં આવેલી નવી પોલિસી હેઠળ એવા કર્મચાકીઓ અને અધિકારીઓને new pension scheme થી old pension schemeમાં જવા માટે one time option આપવામાં આવી છે. જેમનું પ્રશાસનિક કારણોથી જેવા કે, એજ્યુકેશન અને પોલિસ વેરિફિકેશનમાં મોડુ, મેડિકલમાં અમુક સમસ્યા, કોર્ટ કેસ સહિત અન્ય કોરણોથી જ્વોઈનિંગમાં લેટ થયુ હોય. આ ફાયદો ફક્ત એ કર્મચારીઓ અથવા અધિકારીઓને જ મળશે. જેમની ભરતી પ્રક્રિયા 31.12.2003 પહેલા પુરી થઈ ગઈ હતી પરંતુ તે નોકરી જ્વોઈન ન હતી કરી શક્યા. આવા કર્મચારીઓના તેમણે પોતાના ખાનગી કારણોના કારણે નોકરી જ્વોઈન ન હતી કરી તેમને આ સ્કીમનો ફાયદો નહીં મળે. પહેલી એપ્રીલ 2004થી નવી પેન્શન યોજના (NPS) લાગુ કરવામાં આવી છે. NPSમાં નવા કર્મચારીઓને રિટાયરમેન્ટના સમયે જુના કર્મચારીઓની જેમ પેન્શન અને પારિવારિક પેન્શનો લાભ નહીં મળે. આ યોજનામાં નવા કર્મચારીઓ સાથે વેતન અને મોંઘવારી ભત્થાના 10% રકમ દાન લેવામાં આવે છે. નવા આદેશના હિસાબથી કર્મચારી અને અપોઈન્ટેડની ભાગીદારી 10-10 ટકા રહેશે. માની લો કે એક કર્મચારીનું વર્તમાન મુળ વેતન 50 હજાર રૂપિયા છે. અત્યાર સુધી એનપીએસ સ્કીમમાં કર્મચારીનો ભાગ 10%ના હિસાબથી 5 હજાર રૂપિયા અને અપોઈન્ટેડ વ્યક્તિના અંશદાનના રૂપમાં સરકાર 14%ના હિસાબથી સાત હજાર રૂપિયા જમા કરતી હતી.