બાબા અમરનાથના ભક્તો માટે ખુશખબરી છે. હવે અમરનાથ ગુફામાં કોઇપણ શ્રધ્ધાળુ અથવા વ્યક્તિ હિમ શિવલિંગ સામે ઉભા રહીને ‘બમ બમ ભોલે’નો નાદ કરી શકશે.
સુપ્રીમ કોર્ટે આ મામલે એનજીટીના આદેશને રદ્દ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એનજીટીએ અમરનાથને સાઇલન્સ ઝોન જાહેર કર્યો હતો. જેને લઇને ત્યાં અવાજ, ગરમી, ઘંટ વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.પોતાનો નિર્ણય જણાવતાં એનજીટીએ કહ્યુ હતુ કે ભારતના કેટલાક મંદિરોમાં સાઇલન્સ ઝોન છે. જ્યાં વાતચીત પર પણ પ્રતિબંધ લાદવામાં અાવ્યો છે. જેમાં બહાઇ મંદિર, તિરૂપતિ અને અક્ષરધામનો સમાવેશ થાય છે. જ્યારે અમરનાથમાં અવાજના કારણે લેન્ડસ્લાઇડનો ખતરો પણ ઉભો થાય છે.અાથી અાવી કોઈ પરિસ્થિતિ ન અાવે તે માટે તકેદારીના ભાગે અા પગલાં લેવામાં અાવ્યા હતા.
આ અગાઉ એનજીટીએ આદેશ કરતાં વૈષ્ણોદેવમાં એક દિવસમાં 50 હજાર યાત્રીઓ જ દર્શન કરે તેવો નિર્દેશ કર્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે એનજીટીના આ આદેશપર રોક લગાવી દીધી હતી.