દુનિયાના મોંઘા મસાલાઓનો ઉલ્લેખ કરો તો સૌથી પહેલા બે નામ આવે છે, કેસર અને હીંગ. વાત દેશભરમાં ખવાતી હીંગની કરીએ તો ચપટી હીંગની પણ ઉપજ ભારતમાં નથી થતી. પરંતુ ખાડી દેશોમાં હીંગ એક્સપોર્ટ કરવામાં આવે છે. અહીં મોટી ખુશખબરી એ છે કે, હવે હીંગનું ઉત્પાદન દેશમાં જ થશે. ત્રણ વર્ષના રિસર્ચ બાદ હિમાચલ પ્રદેશના પાલમપુરમાં સ્થિત ઈન્સ્ટીટ્યૂટ ઓફ હિમાલયન બાયોરિસોર્સ ટેક્નોલોજીને આ સફળતા મળી છે. દેશભરમાં દર વર્ષે 600 કરોડ રૂપિયાનો કાચો માલ હીંગ બનાવવા માટે બીજા દેશોમાંથી ખરીદવામાં આવે છે. પરંતુ આ વર્ષથી હિમાચલ પ્રદેશમાં હીંગનો છોડ લગાવવાનું શરૂ થઈ જશે. અમારી લેબમાં આ છોડ ઉગાડવામાં આવ્યા છે. ત્રણ વર્ષથી એગ્રીકલ્ચરલ મિનિસ્ટ્રીની સાથે મળીને તેના પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.
આ રિસર્ચમાં અમને સફળતા મળી ચુકી છે. હિમાચલ બાદ જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ આ છોડ ઉગાડવામાં આવશે. આ છોડને ઠંડું અને શુષ્ક હવામાન જોઈએ. 5 વર્ષમાં આ છોડ તૈયાર થઈ જાય છે. જોકે, પહેલા કોઈકે ચોરીછૂપે કોઈપણ પ્રકારની ટેકનોલોજીની મદદ વિના છોડ ઉગાડવાનો પ્રયત્ન કર્યો હોય તો વાત અલગ છે. નહીં તો આ પહેલો અવસર છે, જ્યારે અમે છોડ ઉગાડવા જઈ રહ્યા છીએ. હાથરસ નિવાસી અને હીંગના જાણકારે જણાવ્યું હતું કે, ઈરાન, અફઘાનિસ્તાન, કઝાકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાનમાંથી દૂધ આવે છે. 15 મોટા અને 45 નાના યુનિટો આ કામ કરી રહ્યા છે. મેંદાની સાથે છોડમાંથી નીકળતા ઓલિયો-ગમ રાલ (દધૂ)ને પ્રોસેસ કરવામાં આવે છે. કાનપુરમાં પણ હવે કેટલાક યુનિટો ખુલી ગયા છે. દેશમાં બનેલી હીંગ આપણા દેશ ઉપરાંત, કુવૈત, કતાર, સાઉદી અરબ, બહરીન વગેરે દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે.