ગૂગલે તેના Play Storeમાંથી 27 એન્ડ્રોયડ એપ્સ ડિલીટ કરી નાખી છે. આ એપ્સ યુઝર્સને નકલી પ્લે સ્ટો ડાઉનલોડ કરવા પ્રેરિત કરે છે. ક્વિક હિલ ટેક્નોલોજીએ ઈન મેલિશિયસ એપ્સની ઓળખ કરી અને ગૂગલને તેની જાણકારી આપી હતી.
ક્વિક હિલ સિક્યુરિટી લેબે જણાવ્યું કે આ એપ્સને એડવેયરમાંથી ડિવાઈસોને પ્રભાવિત કરવા માટે બનાવવામાં આવી હતી અને તે યુઝર્સને સતત નકલી પ્લેસ્ટોર ડાઉનલોડ કરવા પ્રેરિત કરતી હતી. આ એપ્સ યુઝર્સને ગેમ રમવા માટે ગૂગલ પ્લે સ્ટોર ઈન્સ્ટોલ કરવા માટે કહેતી હતી. અને યુઝર એવું ન કરે તો સતત ઈન્સ્ટોલ કરવા પોપ-અપ દેખાતું હતું.
જો કોઈ નકલી પ્લે સ્ટોર ઈંસ્ટોલ કરે તો, તેને વારંવાર ફુલ સ્ક્રીન પર જાહેરાત દેખાવાની શરૂ થઈ જતી હતી. આ એપ્સ બેકગ્રાઉન્ડમાં હંમેશાં ચાલતી રહેતી હતી અને જ્યાં સુધી તેને મેનુઅલ અનઈંસ્ટોલ ન કરવામાં આવે, ત્યાં સુધી જબરદસ્તી જાહેરાતની પોપ-અપ કરે.
આ પહેલા પણ નકલી એપને લઈ ઘણી જાણકારી સામે આવી છે, એક્સપર્ટ્સ કહે છે કે આ પ્રકારની એડવેયર એપ્સનો ઉદ્દેશ વારંવાર એડ બતાવીને પૈસા કમાવાનો હોય છે. આ નકલી એપ્સથી યુઝર્સના મોબાઈલ ડેટાને પણ ખતરો થઈ શકે છે.
ક્વિક હીલએ કહ્યું કે, આ બધી એપ્સને એક જ ડેવલપર AFAD ડ્રિફ્ટ રેસરે બનાવી છે અને બધી એપ્સ કાર રેસિંગ ગેમ કેટેગરીની હતી. તેમાં SLS Car Drift, Amarok Car Drift, M3 Sports Car Drift, Cio Sport Car drift, Mustang Car Drift, Skyline GTR Car Drift, Cooper Car Drift, Mustang 74 Car Drift, F500 Car Drift નામની કાર રેસિંગ એપ્સ સામેલ હતી.