ગૂગલ ઈન્ડિયાએ ગુરુવારે દેશની રાજધાની દિલ્હીમાં પાંચમી ‘ગૂગલ ફોર ઈન્ડિયા’ ઇવેન્ટનું આયોજન કર્યું. આ ઇવેન્ટમાં કંપનીએ ડિજિટલ પેમેન્ટ, વોઇસ અસિસ્ટેન્ટ, ઉદ્યોગપતિઓ માટેનાં સાધનો, નોકરી શોધવામાં મદદ કરવાનાં સાધનો જેવી ઘણી મોટી ઘોષણાઓ કરી હતી. ગૂગલ ભારતની શોધ માટે સાત નવી સ્થાનિક ભાષાઓ લાવ્યું છે. જેમાં તમિલ, તેલુગુ, બંગાળી, ગુજરાતી, મરાઠી, કન્નડ અને મલયાલમ શામેલ છે. આવો, જાણો આ ઇવેન્ટમાં બીજું શું આવ્યું છે…
આઈડિયા-વોડાફોન ગ્રાહકો ઇન્ટરનેટ વિના ગૂગલ સહાયકનો ઉપયોગ કરી શકશે. ગૂગલે વોડાફોન અને આઈડિયાના સહયોગથી એક હેલ્પલાઈન નંબર (0008009191000) જાહેર કર્યો છે. આ હેલ્પલાઈન નંબર પર વપરાશકર્તાઓ નિ.શુલ્ક તેમના પ્રશ્નોના જવાબો મેળવી શકશે. ફોન લાઇન ગૂગલ આસિસ્ટન્ટ ભારત માટે લોન્ચ કરવામાં આવી છે. જો તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન નથી, તો તમે Google Assistantને 800 800 9191 000 પર કોલ કરી શકો છો અને તમારા કોઈપણ પ્રશ્નો વિશે પૂછી શકો છો. ગૂગલ પે પર હવે 67 મિલિયન માસિક સક્રિય વપરાશકર્તાઓ બની ગયા છે અને 2019માં તેના 110 અબજ ડોલરનો વ્યવહાર થયો છે. ઇવેન્ટમાં ગૂગલે જાહેરાત કરી કે તે ભારતમાં ઓનલાઇન અને ઓફલાઇન ચૂકવણી વ્યવહારોને સરળ બનાવવા માટે તકનીકી કાર્ડ લાવશે. તે આવતા અઠવાડિયે રજૂ કરવામાં આવશે. ગૂગલે ગૂગલ પેમાં નવી જોબ ફીચરની જાહેરાત કરી છે. આ નવો વિભાગ ગૂગલ પેમાં જ લોકોને એન્ટ્રી લેવલની નોકરી શોધવામાં મદદ કરશે. રસ ધરાવતા વપરાશકર્તાઓ તેમની નોકરીની પ્રાધાન્યતા ઉમેર્યા પછી તેમની સાથે સંબંધિત નોકરી મેળવી શકશે.