ગૂગલે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનની 102મી જન્મ જયંતિ પર ડૂડલ બનાવી પાઠવી શ્રદ્ધાંજલી. ચેન્નાઈ સ્થિત કલાકાર વિજય કૃશે આ ડૂડલ બનાવ્યું છે.ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાને શરણાઇ વગાડી દુનિયાને મંત્રમુગ્ધ કર્યા હતા. Googleના ડૂડલમાં ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન સફેદ કપડામાં શરણાઇ વગાડી રહ્યા છે.
ઉસ્તાદનો જન્મ 21 માર્ચ, 1916 ના રોજ બિહારના ડુમરાવમાં થયો હતો.નાની ઉંમરે, તેમણે ઠુમરી, છૈતી, કજરી અને સ્વાણી જેવી ઘણી વિદ્યાઓમાં મહારથ મેળવી હતી.ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાને ખૈયાલ સંગીતનો અભ્યાસ કર્યો હતો અને ઘણા રાગમાં પ્રભુત્વ મેળવ્યું હતું.
જ્યારે ઉસ્તાદનો જન્મ થયો ત્યારે, તેમના દાદાએ ભગવાનનું નામ લીધા પછી ‘બિસ્મિલ્લા’ નામ આપ્યું હતું, જેના પછી તેનું નામ ઉસ્તાદ બિસ્મિલ્લાહ હતું.ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનને સમગ્ર વિશ્વમાં અનેક સન્માન પ્રાપ્ત થયા.
1968માં, તેમને પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ 1980 અને 1961માં પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.2001માં, ભારત રત્ન પ્રાપ્ત કરવા માટે ત્રીજા શાસ્ત્રીય સંગીતકાર બન્યા હતા, જે દેશમાં સૌથી મોટુ સન્માન છે.તેમણે એડિનબર્ગ મ્યુઝિક ફેસ્ટિવલમાં શરણાઇ વગાડી શ્રોતાઓને મંત્રમુક્ત કર્યા હતા અહીંથી તેમણે વિશ્વ ભરમાં પ્રતિષ્ઠા મેળવી હતી.21 ઓગસ્ટ, 2006 ના રોજ, તેમણે વારાણસીમાં અંતિમ શ્વાસ લીધા હતા.