જો તમે હજુ સુધી પોતાનો મોબાઇલ નંબર આધાર સાથે લિંક નથી કરાવ્યો તેને જલ્દી કરાવી લો નહીં તો તમારા મોબાઇલની સેવાઓ બંધ થઈ જશે. આ મેસેજ તમારા મોબાઇલ પર પણ જો આવતો હોય તો હવે તેને વધુ ગંભીરતા પૂર્વક લેવાની જરુર છે. કેમ કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી જણાવ્યું છે કે બધા જ મોબાઇલ નંબર સાથે 6 ફેબ્રુઆરી સુધીમાં આધાર લિંક કરવું જરુરી છે. સરકાર સુપ્રીમ કોર્ટમાંથી પણ આ અંગે આદેશ પસાર થાય તેવી પેરવી કરી રહી છે.
સરકારે કોર્ટમાં એફિડેવિટમાં જણાવ્યું કે મોબઈલ ફોન નંબરના કેવાયસી ડોક્યુમેન્ટમાં આધાર લિંકિંગ જરુરી છે. તેમજ નવા બેંક એકાઉન્ટ માટે પણ આધાર નંબર ફરજીયાત છે. સરકાર તરફથી દાખલ કરવામાં આવેલ 113 પાનાની એફિેડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, ‘સુપ્રીમ કોર્ટે જ લોકનીતિ ફાઉંડેશન કેસમાં આ વર્ષની 6 ફેબ્રુઆરી સુધીમાં તમામ મોબાઇલ નંબર આધાર સાથે લિંક કરવા જણાવ્યું હતું.’
એફિડેવિટમાં જણાવ્યું કે સુપ્રીમ દ્વારા સમય સીમા નક્કી કરવામાં આવી હોય મોબાઇલ ફોન-આધાર લિંકિંગની તારીખ એકલા સરકાર દ્વારા બદલી શકાય નહીં. જ્યારે બેંકિગ માટે આધાલ લિંકિંગની તારીખ સરકારે નક્કી કરી હોય તેને વધારીને 31 માર્ચ 2017 કરી દેવામાં આવી છે.