દેશના વિશ્વવિદ્યાલયોની અલગ અલગ ફેકલ્ટીઓમાં 200 પોઈન્ટ રોસ્ટરની જગ્યાએ 13 પોઈન્ટ રોસ્ટર સિસ્ટમ લાગૂ કરવાના ઈલાહાબાદ હાઈકોર્ટના ચૂકાદાને બદલી જૂની સિસ્ટમને લાગૂ કરવાના સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિરુદ્વ સરકાર વટહુકમ બહાર પાડવાની તૈયારી કરી રહી છે.
કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે વટહુકમ બાહર પાડવાનાં સંકેત આપતા કહ્યું કે કોર્ટના આદેશથી વિશ્વ વિદ્યાલયોમાં થઈ રહેલી નિમણૂંકોમાં અનામત વર્ગીની સીટોમાં ઘટાડો થઈ રહ્યો છે. સરકાર આની તરફેણમાં નથી. આ પ્રકરણ અંગ સુપ્રીમ કોર્ટમાં ખાસ અરજી કરવામાં આવી હતી અને ત્યાર બાદ સમીક્ષા કરવા માટે પીટીશન પણ દાખલ કરવામાં આવી હતી. કોર્ટનો ચૂકાદો સરકારની તરફેણમાં આવ્યો નથી.
તેમણે કહ્યું કે સંસદમાં પણ 200 પોઈન્ટ રોસ્ટરની તરફેણમાં છે અને તા લાગૂ કરવામાં આવશે. બે દિવસ બાદ અંતિમ કેબિનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.