આજથી અંબાજી મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આજથી અંબાજીમાં 4 સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રહેશે. કોરોના મહામારીના કારણે ભાદરવી મેળાને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ ભાઈભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાદરવી પૂનમના મેળા માટે ભાદરવા માસના પ્રારંભથી પદયાત્રીઓનું શક્તિપીઠ અંબાજી ખાતે આગમન શરૂ થઇ જતું હોય છે. પરંતુ કોરોના મહામારીનું ગ્રહણ ચાલું વર્ષે દરેક તહેવારોમાં લાગી રહ્યું છે. કોરોનામાં પ્રવર્તમાન સંજોગોને પગલે આ વખતે 24 ઓગસ્ટ સોમવારથી 4 સપ્ટેમ્બર એમ કુલ 12 દિવસ સુધી અંબાજી મંદિર તથા ગબ્બરના દર્શન બંધ રહેશે.