કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટ હેઠળ દેશભરમાં નવા ટ્રાફિક નિયમો લાગૂ કર્યા બાદ કેટલાક રાજ્યોમાં આ નવા નિયમોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ વસૂલાતા ભારે ભરકમ દંડનો વિરોધ કેટલાક રાજ્યોમાં જોવા મળ્યો છે. જ્યારે ગુજરાત રાજ્યમાં આ નવા નિયમો હેઠળ દંડની રાશિમાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે.
ઉપરાંત આ અંગે વધુ એક સારા સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે PUC(પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ) કઢાવવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે 30 સપ્ટેમ્બર સુધી લોકો PUC કઢાવી શકે છે. જ્યારે આ પહેલા PUC કઢાવવાની સમય મર્યાદા 16 સપ્ટેમ્બર સુધી હતી. આ સિવાય HSRP નંબર પ્લેટ લગાવવા માટે પણ વધુ એક મહિનો લંબાવવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.