હાઉડી મોદી રેલી પછી આખી દુનિયામાં મોદીનો સિક્કો પડી ગયો છે. દેશ અને દુનિયા મોદીના આ કારનામાંને જોતી રહી અને અમેરિકામાં નમો નમો થઈ ગયું. બોલિવૂડથી માંડી ક્રિકેટરોએ પણ મોદીની આ પહેલને વધાવી છે. આ ઐતિહાસિક ક્ષણ માટે ટ્રમ્પ ખુદ પણ ખુબ ખુશ થયા અને અમેરિકામાં મોદીનું માન રાખી હાઉડી મોદી રેલીમાં હાજર રહ્યા હતા.
આ વીડિયો બે ત્રણ દિવસથી વાયરલ થઈ રહ્યો છે. કોઈ ફેસબુક પર તો કોઈ વોટ્સઅપ પર આ વીડિયો શેર કરી રહ્યું છે અને ગુજરાતીઓના વખાણ કરી રહ્યું છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે વોલેન્ટિયર આ રીતે કામ કરતાં જોવા મળી રહ્યા છે તેમજ બેકગ્રાઉન્ડમાં થોડું થોડું ગુજરાતી પણ સંભળાય રહ્યું છે.