લાહોરમાં પ્રતિબન્ધિત આતંકી સંગઠન જેયૂડીના સંસ્થાપકના છુટકારા બાદ હાફિઝ સૈયદે એક વાર ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું તેણે ફરી એકવાર કાશ્મીર પાકિસ્તાનનો હિસ્સો છે તેવું જણાવ્યું હતું તેના આવા વિવાદિત નિવેદન પર ગૃહમંત્રાલયે ટિપ્પણી કરી છે કે હાફિઝ સૈયદ પાકિસ્તાનમાં રહેલા આતંકીઓના એજન્ડાને ફેલાવી રહ્યો છે.
ગૃહ મંત્રાલય હાફિઝ સૈયદના નિવેદનનો વળતો જવાબ આપતા કહ્યું હતું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે કાશ્મીર અખંડ ભારતનો ભાગ છે અને હંમેશા રહેશે। હાફિઝ સૈયદના વિવાદિત નિવેદનનો સણસણતો જવાબ આપવામાં આવ્યો હતો. ભૂતકાળમાં પણ આવા કેટલાય વિવાદિત નિવેદન આપી ચુક્યો છે હાફિઝ સૈયદ અને હમેશા તેને વળતો જવાબ મળશે