Hajj Pilgrimage 2025: મહત્વપૂર્ણ નિયમો અને વિધિઓ
Hajj Pilgrimage 2025:હજ યાત્રા દરેક મુસ્લિમ માટે આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. ઇસ્લામના પાંચ સ્તંભોમાંથી એક, હજ એ પવિત્ર યાત્રા છે જે દરેક મુસ્લિમે જીવનમાં ઓછામાં ઓછો એક વખત કરવી જોઈએ, જો તેઓ શારીરિક અને આર્થિક રીતે સક્ષમ હોય. 2025માં, હજ યાત્રા 4 જૂનથી શરૂ થઈ હતી અને 9 જૂન સુધી ચાલશે એટલે કે આવતીકાલ સુધી ચાલશે. આ દરમિયાન યાત્રાળુઓએ વિવિધ ધાર્મિક વિધિઓનું પાલન કર્યું, જે તેમની આધ્યાત્મિક સફરને પૂર્ણ કરે છે.
1. એહરામ પહેરવું
હજ યાત્રાની શરૂઆત એહરામથી થાય છે. પુરુષ યાત્રાળુઓ સફેદ રંગના સીવાયેલા વગરના કપડાં પહેરે છે, જ્યારે મહિલાઓ તેમના કપડાં પહેરી શકે છે, પરંતુ હિજાબનો પાલન કરવો જરૂરી છે. એહરામ એ પવિત્રતા અને સમાનતાનો પ્રતીક છે.
2. તવાફ અને સઈ
મક્કામાં પહોંચ્યા પછી, યાત્રાળુઓ કાબાની આસપાસ વિરુદ્ધ દિશામાં 7 વખત પરિક્રમા કરે છે, જેને તવાફ કહેવામાં આવે છે. ત્યારબાદ, તેઓ સફા અને મારવા ટેલીઓ વચ્ચે સાત વખત દોડે છે, જેને સઈ કહેવામાં આવે છે. આ વિધિઓ હઝરત હાજરા (ર.અ)ના અલ્લાહની શોધની યાદમાં કરવામાં આવે છે.
3. અરફાતમાં વુકૂફ
હજ યાત્રાનો સૌથી મહત્વપૂર્ણ દિવસ અરાફાતનો છે. આ દિવસે, યાત્રાળુઓ અરાફાતના મેદાનમાં ભેગા થાય છે અને સૂર્યાસ્ત સુધી પ્રાર્થના કરે છે. આ વિધિ પયગંબર મોહમ્મદે(સ.અ.વ) તેમના છેલ્લો ઉપદેશ આપ્યો હતો, જે મુસ્લિમો માટે માર્ગદર્શનરૂપ છે.
4. શૈતાનને પથ્થર મારવો
મીનાના મેદાનમાં યાત્રાળુઓ ત્રણ સ્તંભો પર પથ્થર ફેંકે છે, જેને જુમરાહ કહેવામાં આવે છે. આ વિધિ શૈતાનના પ્રતિકાર અને દુષ્ટતાના વિરોધનો પ્રતીક છે. આ વિધિ હઝરત ઈબ્રાહીમના શૈતાનને પથ્થર ફેંકવા સંબંધિત ઘટના પર આધારિત છે.
5. વાળ કાપવા અથવા મુંડન
હજ યાત્રા પૂર્ણ થયા પછી, પુરુષ યાત્રાળુઓ તેમના વાળનું મુંડન કરાવે છે, જ્યારે મહિલાઓ તેમના વાળ ટૂંકા કરે છે. આ વિધિ નવી શરૂઆત અને પવિત્રતા દર્શાવે છે.
6. દંડ અને નિયમો
2025ની હજ યાત્રા માટે, સાઉદી અરેબિયા સરકારે નવા નિયમો અમલમાં મૂક્યા છે. જો કોઈ યાત્રાળુ સત્તાવાર પરવાનગી વિના પકડાય છે, તો તેને ₹4.5 લાખ સુધીનો દંડ લાગુ પડશે. આ નિયમ યાત્રાળુઓની સુરક્ષા અને વ્યવસ્થિતતા સુનિશ્ચિત કરવા માટે છે.
હજ યાત્રા એ માત્ર ધાર્મિક વિધિઓનું પાલન જ નથી, પરંતુ તે આધ્યાત્મિક શુદ્ધિ, સમાનતા અને અલ્લાહ સાથેના સંબંધને મજબૂત બનાવવાની તક છે. આ યાત્રા દ્વારા મુસ્લિમો તેમના પાપોને માફી માંગે છે અને નવી શરૂઆતની આશા સાથે જીવનમાં આગળ વધે છે.