હરિયાણા: એક ઝડપી ટ્રકે મહિલા ખેડૂત પ્રદશનકારીઓ ને કચડી નાખ્યા, 3ના મોત
હરિયાણાના બહાદુરગઢમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટી. એક ઝડપી ટ્રકે મહિલા ખેડૂત વિરોધીઓને કચડી નાખ્યા હતા. જેના કારણે ત્રણ વૃદ્ધ મહિલાઓના મોત નીપજ્યા હતા અને ત્રણની હાલત હજુ પણ ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત સવારે 6.30 વાગ્યાની આસપાસ ઝજ્જર રોડ પર થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વૃદ્ધ મહિલાઓ ડિવાઈડર પર બેઠી હતી, ત્યારે એક ઝડપી ટ્રક તેમની ઉપર આવી ગઈ. જેના કારણે બે મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું હતું. ત્રણ મહિલાઓની હાલત હજુ પણ નાજુક હોવાનું કહેવાય છે.
આ મહિલાઓ ખેડૂત આંદોલનમાં સામેલ હતી. અકસ્માતમાં જીવ ગુમાવનાર ત્રણ મહિલાઓ પંજાબના માનસા જિલ્લાની રહેવાસી છે. જણાવવામાં આવી રહ્યું છે કે વહેલી સવારે મહિલાઓ ઘરે જવા માટે ઓટોની રાહ જોઈને ડિવાઈડર પર બેઠી હતી. ત્યારે ઝજ્જર રોડ પરના ફ્લાયઓવર નીચે એક ઝડપી ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. અકસ્માતને પગલે વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
હકીકતમાં, કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ નવેમ્બર 2020થી દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્રણેય મહિલાઓ પણ આ આંદોલન સાથે જોડાયેલી હતી. આ મહિલાઓ રોટેશન હેઠળ પોતાના ઘરે જવાની હતી, પરંતુ તે પહેલા જ ત્રણના મોત થયા હતા.