ઇનકમ ટેક્સ પાસેથી નોટિસ મળતા જ ઘણા લોકો અસમંજસની સ્થિતિમાં હોય છે. ઘણા એવા કેસ જોવામાં આવ્યા છે જેમાં ઈનકમ ટેક્સની નોટિસના નામ પર લોકોને છેતરી શિકાર બનાવી લેવામાં આવે છે. ઈનકમ ટેક્સ વિભાગ ઘણા કારણોથી લોકોને નોટિસ જાહેર કરે છે. ખરેખર ટેક્સ રિટર્નમાં મોડુ, સાચી ઈનકમનો ખુલાસો નહી કરવા અને ફરી ફોર્મ 26As ની સાથે TDS ક્લેમનો મેળ નહી ખાવો વગેરે મુખ્યા કારણોમાંથી એક છે. ઇનકમ ટેક્સ નોટિસને લઈને લોકોની વચ્ચે ઓછી જાણકારીનો ફાયદો ઉઠાવી લેતા હોય છે. તે લોકો ને ઈ-મેલ અથવા ફોન પર છેતરપિંડીનો શિકાર બનાવે છે, પરંતુ શું તમને જણા છે કે, તમે ઘરે બેઠા એ પણ જાણી શકો છો કે, તમારા નામ પર જાહેર કરવામાં આવેલ ઈનકમ ટેક્સ નોટિસ અસલી છે કે, નકલી. ઈનકમ વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર ટેક્સપેયર્સને આ સુવિધા મળે છે. તે માટે તમારે કેટલાક સ્ટેપ્સને ફોલો કરવાના રહેશે અને તમે ચપટીઓમાં જાણી લેશો કે, નોટિસ સાચી છે કે, ખોટી.
- ઈનકમ ટેક્સ વિભાગના પોર્ટલ WWW.incometaxindiaefiling.gove.in પર વિઝિટ કરો
- Quick Links પર જાઓ.
- Authenticate ની નીચે તમે ‘Notice/Order Issued By ITD’ પર ક્લિક કરો
- નોટિસમાં મળેલા ડૉક્યૂમેન્ટ નંબર અથવા PAN નંબર, એસેસેમેન્ટ વર્ષ, મહીનો અને નોટિસ જાહેર થયાનું વર્ષ દાખલ કરો.
- Captcha Code દાખલ કરી સબમિટ કરો.
- એટલુ કરતા જ તમારી સામે ‘Yes, Notice is Valid and issued By income Tax Authority’ લખેલુ દેખાશે.
શખ્સના શંકજામાં આવવાથી બચી શકે
જો એવુ નહી દેખાઈ તો તેનો મતલબ તમને મળેલી નોટિસ નકલી છે અને તમે તેને પૂર્ણ રીતે નજરઅંદાજ કરી શકો છો અને કોઈપણ અજાણ શખ્સના શંકજામાં આવવાથી બચી શકે છે. તે સિવાય તમે ઈનકમ ટેક્સ વિભાગના ઓફિસમાં જઈને પણ વધુ સારી જાણકારી મેળવી શકો છો.