આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી વરસાદ રહેશે. જામનગર, દ્રારકા, ભાવનગર, અમરેલીની સાથે સાથે રાજકોટ અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
શહેરમાં વરસાદના અભાવ અને તાપમાન ઉંચકાતા અસહ્ય ઉકળાટથી લોકો હેરાન-પરેશાન થઈ રહ્યાં છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડી આમ બેવડી ઋતુથી રોગચાળો પણ વકરી રહ્યો છે. જોકે આજે હવામાન વિભાગે અમદાવાદ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ છે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
રાજ્યભરમાં હજૂ થોડા દિવસ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી વરસાદ રહેશે. આ સિવાય જામનગર, દ્રારકા, ભાવનગર, અમરેલીમાં વરસાદની આગાહી છે. જ્યારે રાજકોટ, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
સિઝનનો 88.59 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે સરેરાશ 88.49 ટકા સારો વરસાદ નોંધાયો છે. જૂન મહિનામાં 4 ઇંચ, જુલાઈ મહિનામાં 9 ઇંચ અને સૌથી વધુ ઓગસ્ટ મહિનામાં 15.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આવી રીતે સિઝનનો કુલ 29 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.