રાજસ્થાન સબઓર્ડિનેટ એન્ડ મિનિસ્ટ્રિયલ સર્વિસિસ સિલેકશન બોર્ડ દ્વારા શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવાર માટે ભરતી બહાર પાડી છે. આ ભરતીના માધ્યમથી એનટીટી ટીચર અને ફાર્માસિસ્ટ જગ્યા માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જો તમે પણ આ ભરતીમાં એપ્લાય કરવા ઇચ્છો છો અને આ જગ્યા પર અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર આધિકારિક વેબસાઇટ પર જઇ એપ્લાય કરો.
જગ્યા : ભરતીમાં કુલ 1310 ઉમેદવારની પસંદગી કરવામાં આવશે અને તેમને મેટ્રિકસ લેવલ-5ના આધારે પગાર ચૂકવવામાં આવશે. જેમાં નોન ટ્રાઇબલ, ટ્રાઇબલ અને શહેરના વિસ્તારના આધારે જગ્યા નક્કી કરવામાં આવશે.
યોગ્યતા : આ જગ્યા પર અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર 12 ધોરણ પાસ તેમજ એનટીટી કોર્સ ફરજિયાત કરેલ હોવો જોઇએ.
ઉંમર : 18 થી 40 વર્ષ
અરજી માટેની ફી : અરજી માટે જનરલ અને ઓબીસી વર્ગના ઉમેદવારોએ 450 રૂપિયા, એનસીએલ ઓબીસી વર્ગના ઉમેદવારોએ 350 રૂપિયા અને એસસી-એસટી વર્ગના ઉમેદવારોએ 250 રૂપિયાની ફી ચુકવવી પડશે.
અરજી કરવાની શરૂઆત : 29 સપ્ટેમ્બર 2018
અરજી કરવાની અંતિમ તારીખ : 28 ઓક્ટોબર 2018
કેવી રીતે કરશો એપ્લાય : ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ www.rsmssb.rajasthan.gov.in પર જઇ એપ્લાય કરે.
પસંદગી પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરાશે