High Level Meeting આતંકવાદનો અંતિમ જવાબ: પીએમ મોદીએ સેનાને આપી સંપૂર્ણ ઓપરેશનલ સ્વતંત્રતા
High Level Meeting પહેલગામ આતંકવાદી હુમલાના પૃષ્ઠભૂમિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રો મુજબ, પીએમ મોદીએ ભારતીય સેનાને આતંકવાદ સામે કાર્યવાહી માટે “પૂર્ણ સ્વતંત્રતા” આપી છે. તેમણે જણાવ્યું કે ભારતનો રાષ્ટ્રીય સંકલ્પ સ્પષ્ટ છે – આતંકવાદનો યોગ્ય અને કડક જવાબ આપવો.
બેઠકના મુખ્ય મુદ્દાઓ:
પીએમ મોદીએ કહ્યું કે ભારત આતંકવાદ સામે કોઈ છૂટછાટ નહીં આપે.
ભારતીય સશસ્ત્ર દળો પોતાની વ્યાવસાયિક સમજદારીથી ઓપરેશનલ નિર્ણયો લઈ શકે છે.
લક્ષ્યો કોણ હશે, કાર્યવાહી ક્યારે થશે અને કેવી રીતે થશે – તેનો નિર્ણય હવે સેના પર છે.
સરકારનો સંપૂર્ણ સમર્થન સેનાને આપવામાં આવ્યો છે.
#WATCH | PM Narendra Modi chairs a meeting with Defence Minister Rajnath Singh, NSA Ajit Doval, CDS and chiefs of all the Armed Forces. pic.twitter.com/Wf00S8YVQO
— ANI (@ANI) April 29, 2025
બેઠકમાં કોણ કોણ હાજર રહ્યા:
પીએમ નરેન્દ્ર મોદી (અધ્યક્ષ)
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ
ત્રણે સશસ્ત્ર દળોના વડાઓ – સેના, નૌકાદળ અને વાયુસેનાના ચીફ્સ
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)
#WATCH | Delhi: Defence Minister Rajnath Singh leaves from 7 Lok Kalyan Marg, PM's residence.
PM Narendra Modi chaired a meeting with Defence Minister Rajnath Singh, NSA Ajit Doval, CDS and chiefs of all the Armed Forces here this evening. pic.twitter.com/vYf5lkSpKx
— ANI (@ANI) April 29, 2025
પીએમ મોદીની રણનીતિ શું દર્શાવે છે?
આ પગલું ભારતની આતંકવાદ વિરોધી નીતિને વધુ આક્રમક બનાવતું દર્શાવે છે. 2016ની સર્જિકલ સ્ટ્રાઈક અને 2019ની એર સ્ટ્રાઈકના પૃષ્ઠભૂમિમાં જોવામાં આવે તો, ‘ઓપરેશનલ સ્વતંત્રતા’નો મતલબ એ છે કે કોઈ પણ પ્રકારના ઘાતકી હુમલાનો જવાબ આ વખતે પણ સખત હોવાનો સંકેત મળી રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યુ કે સેનાની વ્યાવસાયિક ક્ષમતા પર સરકારને સંપૂર્ણ વિશ્વાસ છે. આ નિવેદન દેશના રક્ષણ દળોની માનસિકતા અને સજ્જતાને મજબૂત કરતો સંદેશ આપે છે – કે દેશના સુરક્ષા હિતોને હવે તત્કાળ અને સંપૂર્ણ પ્રતિભાવથી સુરક્ષિત રાખવામાં આવશે.