Himachal Pradesh: હિમાચલની આર્થિક હાલત ખરાબ! CM સુખુ અને મંત્રીઓ બે મહિનાથી પગાર નહીં લે
Himachal Pradesh : હિમાચલ પ્રદેશ હાલમાં દેવાના બોજથી દબાયેલો છે. આ બોજને ઓછો કરવા માટે સીએમ સુખવિંદર સિંહ સુખુ અને તેમના કેબિનેટ સહયોગીઓએ મોટો નિર્ણય લીધો છે.
હિમાચલ પ્રદેશની આર્થિક સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે.
વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન સીએમ સુખવિંદર સિંહ સુખુએ ગૃહમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં સીએમ સુખુએ કહ્યું કે રાજ્યની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. રાજ્યની રાજકોષીય ખાધ સતત વધી રહી છે. આવી સ્થિતિમાં, મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને મુખ્ય સંસદીય સચિવ આગામી બે મહિના માટે તેમના પગાર અને ભથ્થાંમાં વિલંબ કરશે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ ગૃહના અન્ય સભ્યોને પણ આવું કરવા વિનંતી કરી છે.