Hindenburg: આગામી 22મી ઓગસ્ટે કોંગ્રેસ દેશ વ્યાપી આંદોલન કરવાની તૈયારીમાં છે.
Hindenburg કોંગ્રેસે અદાણી મહાકૌભાંડની જેપીસી દ્વારા તપાસની માંગ કરી છે. ઈડીની ઓફિસને ઘેરાવ કરાશે. સેબી ચીફ માધવી પુરી બુચના રાજીનામાની માંગણી કરતા કોંગ્રેસે વડાપ્રધાન પર ગંભીર આક્ષેપો કર્યા છે.
હિંડનબર્ગ રિસર્ચના નવા અહેવાલ વચ્ચે,
કોંગ્રેસે ગઈકાલે જાહેરાત કરી કે તે અદાણી જૂથ સાથે સંબંધિત મેગા કૌભાંડની તપાસ માટે સંયુકત સંસદીય સમિતિ અને જાતિની વસ્તી ગણતરીની રચનાની માંગ સાથે દેશભરમાં જન આંદોલન શરૂ કરશે. આ મહિનાની રર તારીખે આ દેશભરમાં વિરોધ પ્રદર્શન થશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે
અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે પાર્ટીના મહાસચિવો, પ્રદેશ પ્રભારીઓ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડાઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલે કહ્યું કે
રર ઓગસ્ટે દેશવ્યાપી આંદોલન બે માંગણીઓ પર હશે. પ્રથમ માંગણી એ છે કે સેબી ચીફ માધવી પુરી બુચે રાજીનામું આપવું જોઈએ. બીજી માંગ એ છે કે અદાણી મેગા સ્કેમની તપાસ માટે જેપીસીની રચના થવી જોઈએ.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મિટિંગ પછી સોશિયલ મીડિયા પર લખ્યું કે સેબી અને અદાણી વચ્ચેની સાંઠગાંઠના ચોંકાવનારા ઘટસ્ફોટની સંપૂર્ણ તપાસ કરવાની જરૂર છે. શેરબજારમાં નાના રોકાણકારોના પૈસા જોખમમાં ન મૂકી શકાય. મોદી સરકારે તાત્કાલિક સેબી ચીફના રાજીનામાની માંગ કરવી જોઈએ.
મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે રર ઓગસ્ટે દેશભરમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ની ઓફિસોની ઘેરાબંધી કરવાની જાહેરાત કરી છે. ગઈકાલે દિલ્હીમાં એઆઈસીસીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં પાર્ટી હેડકવાર્ટરમાં યોજાયેલી આ બેઠકમાં પણ એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે પાર્ટી એસસી-એસટી આરક્ષણમાં ક્રીમીલેયરના મુદ્દે સરકારને બીલ લાવીને પોતાનું વલણ સ્પષ્ટ કરવાની માંગ કરશે.
Aicc ના જનરલ સેક્રેટરી અને સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું, રર ઓગસ્ટના દેશભરમાં એક મોટું રાષ્ટ્રીય સ્તરનું આંદોલન થશે. અમે દરેક રાજ્યની રાજધાનીમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની ઓફિસનો ઘેરાવ કરીશું અને સેબીના ચેરમેનને તે પદ પરથી હટાવવાની માંગણી કરીશું. અમે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં એઆઈસીસી મહાસચિવો, પ્રભારીઓ અને પીસીસી પ્રમુખોની બેઠક કરી હતી અમે અત્યારે દેશમાં ચાલી રહેલા સૌથી મોટા કૌભાંડોમાંના એકની ચર્ચા કરી હતી. હિંડનબર્ગના ખુલાસાઓ, અદાણી અને સેબીને સંડોવતા કૌભાંડ, અમે સર્વસંમતિથી આ મુદ્દા પર બે બાબતોની માંગણી સાથે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે, એક અદાણી મેગા કૌભાંડની જેપીસી તપાસ જેમાં વડાપ્રધાનની ભૂમિકાઓ અંગે ગંભીર આક્ષેપો કરાયા છે અને હવે નાણાકીય બજારના નિયમન સાથે ગંભીર ચેડા કરવામાં આવ્યા છે.
આ મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું.
આજની બેઠકમાં ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અમે અદાણી મેગા સ્કેમના સંદર્ભમાં જેપીસીની માંગનો પુનરોચ્ચાર કર્યો છે. જે રીતે નવા ખુલાસા થયા છે, જયરામ રમેશે કહ્યું તે વધુ મહત્ત્વનું છે કે જેપીસીની રચના થાય. કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરે જાતિ ગણતરી હાથ ધરવી જરૂરી છે. બંધારણ મુજબ જાતિ ગણતરીની જવાબદારી કેન્દ્ર સરકારની છે. બંધારણની સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય સંબંધિત જોગવાઈઓનું પાલન અને આદર આગામી સમયમાં આ ત્રણેય મુદ્દાઓ પર અમે વિવિધ રાજ્યોમાં જનજાગૃતિ અભિયાન ચલાવીશું.