કેન્દ્ર સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે લશ્કરના જજ એડવોકેટ જનરલ વિવાહિત મહિલાઓની નિમણૂક પર રોક લગાવવાથી હવે વિવાહિત પુરુષોની નિમણૂક પણ બંધ કરવામાં આવી છે.સરકારનું કહેવુ છે કે લગ્ન કરેલા ઉમેદવારોની ભરતી કરવાથી ખર્ચ વધશે.સરકારની દલીલ છે કે લગ્નજીવનની જવાબદારીઓને પગલે આવા ઉમેદવારોને તાલીમ આપવામાં આવે છે, પરંતુ તેઓ પુરતો સમય ફાળવી નથી શકતા તો તેમની જગ્યાએ બીજા સૈનિકોને રાખવા પડે છે.અામ સરકારી ખર્ચ વધશે.
દિલ્હી હાઇકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયમૂર્તિ ગિતા મિત્તલની અધ્યક્ષપદની ખંડપીઠે સરકારે જનહીત અરજી પર આ જવાબ આપ્યો છે.અરજીમાં કહેવામાં અાવ્યુ છે કે વિવાહિત મહિલાઓની નિમણૂક કરવી નહી કેમકે તેઓ જવાબદારીના કારણે કામ પર ધ્યાન નથી અાપી શકતી. આ અરજીમાં કહ્યું છે કે માત્ર વિવાહિત સ્ત્રીઓ સાથે આવું કરી ન શકાય તેમના કામને અા રીતે મુલવી ન શકાય.