કેંદ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ આગામી 5 ડિસેમ્બરે શિલોંગ જવાના હતા તેનો આ પ્રવાસ કોઈ કારણસર 7 ડિસેમ્બરે યોજાશે
રાજ્ય ભાજપ અધ્યક્ષ શિબૂન લિંગદોહે માહિતી આપી હતી ગૃહમંત્રી રાજનાથ સિંહ 7 ડિસેમ્બરે પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્દઘાટન કરશે તેમજ પૂર્વી પહાડી, રીભોઈ, શિલોંગ શહેર, પશ્ચિમ ખાસી પહાડી અને દક્ષિણ ખાસી પહાડીના 29 વિધાનસભા ક્ષેત્રોમાં બુથ સ્તરીય કાર્યકરો સાથે સંમેલનમાં સંબોધિત કરશે
પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વોત્તર પ્રભારી રામ માધવ અને બીજા નેતાઓ પણ આ પ્રવાસમાં જોડાશે