કેન્દ્રીય ગૃહ મંત્રાલય SPG સુરક્ષાને લઈને નવા પરિવર્તન કરી રહ્યા છે. જેને પણ આ સુરક્ષા પ્રાપ્ત છે હવે તેમની સાથે વિદેશી પ્રવાસ પર પણ SPGના જવાન તૈનાત રહેશે, એટલે કોઈ પણ વ્યક્તિ જેને આ સુવિધા પ્રાપ્ત છે. તેમની સાથે જવાન પણ વિદેશનો પ્રવાસ કરશે.
પહેલા આવુ થતુ નહોતુ, પરંતુ હવે સરકાર નિયમમાં પરિવર્તન કરી રહી છે. સરકારના આ નિર્ણયથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ગાંધી પરિવારના અન્ય સભ્યોના પ્રવાસ સાથે જોડવામા આવી રહ્યુ છે.
SPG સુરક્ષા દેશમાં વડાપ્રધાન અને પૂર્વ વડાપ્રધાનને આપવામાં આવે છે. અત્યારે આ સુવિધા PM મોદી સિવાય ગાંધી પરિવારને મળે છે. આમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સામેલ છે. પહેલા આ સુરક્ષા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પણ આપવામાં આવતી હતી પરંતુ તાજેતરમાં તેમની સુરક્ષામાં માત્ર Z+ કવર કરી દેવાયુ છે.
રાહુલ ગાંધી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે
મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ પર જવા રવાના થયા છે. એ વાતની ચર્ચા છે કે તેઓ બેંગ્કોક ગયા છે અથવા ફરી કંબોડિયા પરંતુ તેમની સત્તાકીય લોકેશનની જાણકારી મળી નથી.
ભાજપ તરફથી કેટલીક વાર આ પ્રશ્ન ઉઠાવવામાં આવી ચૂક્યા છે કે રાહુલ ગાંધી ઘણીવાર આવી વિદેશી યાત્રાઓ પર જાય છે, જેની દેશને જાણકારી હોતી નથી જ્યારે તેઓ વિપક્ષ પાર્ટીના મોટા નેતા છે. અગાઉ પણ રાહુલ ગાંધી કેટલીય વાર 50 દિવસની રજા અથવા આવા પ્રવાસ પર ગયા છે, જેની પર ભાજપ નિશાન સાધતી રહી છે.