અમરાઈવાડી વિસ્તારમાં મકાન થયું ધરાશય ફાયર વિભારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સાંકડી ગલી હોવાથી બચાવ કાર્યમાં થોડીક મુશ્કેલી થઈ રહી છે. ગઈકાલે રાત્રે અમદાવાદમાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે તંત્રનાં ઉચ્ચ અઘિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. ત્યારે કાટમાળમાંથી પાંચ વ્યકિતઓને બચાવીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
મકાન ધરાશાયી થતા લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને ભીડને કાબુમાં લેવા માટે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.બચાવ કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરાયુ છે.આ મકાન ઘણા વર્ષો જુનુ બે માળ મકાન જર્જરિત હાલતમાં તૂટી પડ્યું છે. ત્યારે આ ઘટનનાને પગલે આજુબાજુનાં મકાનો તકેદારીના રૂપે ખાલી કરાયા છે.