દેશની રાજધાની દિલ્હીમાં હત્યાનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં કેટલાક યુવકો એકબીજાને ચાકુ મારતા જોવા મળી રહ્યા છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મામલો 4 જુલાઈનો છે. દિલ્હી પોલીસને ફોન આવ્યો હતો કે કલ્યાણપુરીના 9 બ્લોકમાં યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો એક યુવક ઘાયલ હાલતમાં મળ્યો, જેની ઓળખ અર્જુન તરીકે થઈ. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તબીબે અર્જુનને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે આ કેસમાં હર્ષ નામના યુવકની ધરપકડ કરી છે અને તેની સાથે એક સગીરને પણ પકડ્યો છે. પકડાયેલ આરોપી હાલ પોલીસ રિમાન્ડ પર છે.
यह घटना 4 जुलाई की है…. दिल्ली पुलिस को कॉल मिली थी कि कल्याणपुरी के 9 ब्लॉक में कोई युवकों के बीच में जमकर मारपीट हुई है… आखिर दिल वालों की दिल्ली को हुआ क्या है…?? pic.twitter.com/pO346IcVcD
— Nitesh Srivastava (@nitesh_sriv) July 8, 2022
દિલની દિલ્હીએ જાણે કોઈની નજર પકડી લીધી હોય તેમ નજીવી બાબતોમાં જીવ લેવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. આવું જ કંઈક તિલકનગરમાં પણ જોવા મળ્યું હતું. અહીં એક યુવકે એક યુવતી પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. તે યુવતીનો માત્ર એક જ વાંક હતો કે તેણે તેની સાથે થયેલી છેડતી અંગે પોલીસને જાણ કરી હતી.