દેશમાં લોકાડાઉન 3.0માં રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં દારૂની દુકાનો ખોલવા માટે કેન્દ્ર સરકારે પરવાનગી આપી દીધી છે. આ દરમિયાન જે રાજ્યોમાં દારૂની પરવાનગી મળેલ છે ત્યાં આલ્કોહોલ પ્રેમીઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને દારૂ ખરીદી રહ્યા છે. કર્ણાટકના કોલાર શહેરમાં એક વ્યક્તિએ દારૂના નશાની હાલતમાં રસ્તા પર જતા સાપને બચકાં ભરી લીધા હતા.
આ વ્યક્તિ નશામાં એટલો બધો ધૂત હતો કે તેને એ પણ નહોતી ખબર કે તે જીવતા સાપને બચકાં ભરી રહ્યો છે, તે પોતાની બાઈક પર હતો તે દરમિયાન એક સાપે તેનો રસ્તો કાપ્યો. આ સાપને જોઈને તેને ગુસ્સો આવ્યો અને તેની ચામડી પર બચકાં ભરવા લાગ્યો. નશાની હાલતમાં ધૂતને આ પરાક્રમનો વીડિયો પણ વાઈરલ થઇ રહ્યો છે. તેમાં તે બોલી રહ્યો છે કે, ‘તુમ્હારી હિંમત કૈસે હુઈ મેરા રાસ્તા રોકને કી ?’ વ્યક્તિએ પોતાના દાંતથી આ સાપનાં ટુકડાં કરી દીધા.