સોશિયલ મીડિયા પર બે દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક વૃદ્ધ દંપતિ છેલ્લા કેટલાય સમથી દક્ષિણ દિલ્હીના માલવીયા નગરમાં એક ઢાબું ચલાવી રહ્યા છે. જો કે, લોકડાઉનના કારણે તેમના ત્યાં ઘરાકી આવવાનું બંધ થઈ ગયુ હતું, જેના કારણે આ દંપત્તિની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. આ દંપત્તિને મુશ્કેલીઓ એટલી આવી કે, તેમને ખાવાના પણ ફાફા પડવા લાગ્યા હતા.હકીકતમાં જોઈએ તો, 80 વર્ષના આ વૃદ્ધ દંપત્તિ માલવીય નગરમાં એક નાનુ એવુ ઢાબૂ ચલાવે છે. આ ઢાબાનું નામ ‘બાબા કા ઢાબા’ રાખેલુ છે. આ નાની એવી લોજ ચલાવતા બાબા જણાવે છે કે, તેણે 1990માં તેની શરૂઆત કરી હતી. છેલ્લા 30 વર્ષોમાં ક્યારેય આવી પરેશાની આવી નથી. જેટલી લોકડાઉનના કારણે તેમને હેરાન થવું પડ્યું.બાબા જણાવે છે કે, લોકડાઉન દરમિયાન તેમને કમાણી એકદમ બંધ થઈ ગઈ હતી. જેના કારણે તેમને ઘર ચલાવવામાં પણ તકલીફ પડવા લાગી હતી. થોડા દિવસ તો તેમણે ખાધા પીધા વગર જ નિકાળી દીધા હતા. તેમની પત્ની જણાવે છે કે, તેમને 3 બાળકો છે.
બે દિકરા અને એક દિકરી છે. આ ત્રણેયમાંથી એક પણ સંતાનમાં તેમને આ કામમાં મદદ કરતા નથી. બે ટાઈમ ખાવાનું ખાવા માટે તેમને ખુદ જાતે મહેનત કરવી પડે છે.બે દિવસ પહેલા એક શખ્સે આ દંપત્તિનો વીડિયો વાયરલ કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોતા લોકો તેમની મદદ કરવા પહોંચી ગયા હતા. વાત તો ત્યાં સુધી પહોંચી ગઈ કે, સેલિબ્રિટી અને ખેલાડીઓ પણ તેમની મદદ માટે આગળ આવ્યા હતા. તમામ લોકોએ ટ્વીટ કરી તેમનો વીડિયો શેર કર્યો હતો. ફિલ્મ અભિનેત્રી રવિના ટંડને વાયરલ થયેલા વીડિયોને ટ્વીટ કર્યો છે અને લખ્યુ છે કે, જે પણ લોકો આ ઢાબા પર ખાવાનું ખાઈ રહ્યા છે, તે લોકો મને પોતાની તસ્વીર શેર કરે. હું આ તસ્વીરને સુંદર મેસેજ સાથે પોસ્ટ કરીશ.
વીડિયો વાયરલ થયા બાદ રવીના ટંડને મેસેજ કર્યા બાદ અહીં લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. લોકો અલગ અલગ રીતે આ ઢાબાવાળા કાકાની મદદ કરી રહ્યા છે. કોઈ ઢાબા પર ખાવાનું ખાવા આવ્યા હતા, તો અમુક લોકો તેમને પૈસા આપવા આવ્યા હતા. જે બાદ તો બાબાના ઢાબાની તસ્વીર જ બદલાઈ ગઈ હતી. ઢાબાની બહાર લોકોની ભારે લાંબી લાઈનો લાગી હતી. અમુક લોકો આ ઢાબાની બહાર ફોટો ક્લીક કરાવા માટે આવ્યા હતા. બાબા એટલા ફેમસ થયા છે કે, ટીવી કેમેરા પણ તેમના સુધી પહોંચી ગયા છે. આશા કરીએ કે, લોકો આવી જ રીતે આ બાબાની જે રીતે મદદ કરી છે, તે રીતે આપની આજૂબાજૂમાં કોઈ આવા નિ:સહાય લોકો જોવા મળે તો, મદદનો હાથ લાંબો કરજો.