ઉત્તર પ્રદેશમાં ૩૯ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે પશ્ચિમ બંગાળમાં ૧૨ અને દિલ્હીમાં ૨ લોકોનાં મોત નીપજ્યાં છે. આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં વીજળી પડવાથી ૯ લોકોનાં મોત થયાં છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળ પહોંચી ગયું છે. હવે એક સપ્તાહમાં મોન્સૂન દિલ્હીમાં આવી જશે. દિલ્હી, એનસીઆર અને નોઈડાની આસપાસના વિસ્તારમાં સાંજે ચાર વાગ્યે જ વાતાવરણ પલટાયું અને ધૂળની આંધી ઊઠી હતી. આ ઉપરાંત સાંજે પાંચ વાગ્યે તો સમગ્ર વિસ્તારમાં અંધારું થઈ ગયું હતું. તોફાની વરસાદ પણ શરૂ થયો હતો. ૧૦૯ કિલોમીટરની ઝડપે ફુંકાયેલા પવને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. સ્કાયમેટના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળ પહોંચી ગયું છે. હવામાનખાતા દ્વારા આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ઉત્તર-પૂર્વીય રાજ્યમાં પણ ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી છે. સ્કાયમેટના સીઇઓ જતીન સિંહે જણાવ્યુંં હતું કે કેરળમાં મોન્સૂન જેવી સ્થિતિ છે. હવામાન વિભાગના એડિશનલ ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે હવામાન વિભાગના મતે જો કેરળમાં સ્થાપિત ૧૪ હવામાન મોનિટરિંગ કેન્દ્રમાં ૬૦ ટકામાં સતત બે દિવસ ૨.૫ મિલીમીટર કે તેનાથી વધુ વરસાદ સતત બે દિવસ સુધી નોંધાય છે તો બીજા દિવસે કેરળમાં મૉન્સૂનના પ્રવેશની જાહેરાત કરી શકે છે. એનસીઆરમાં વાવાઝોડાના કારણે ૪ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ૨૬ લોકો ઘાયલ થયા હતા. દિલ્હીના ઘણા વિસ્તારમાં લાઈટના થાંભલા અને વૃક્ષ ધરાશાયી થયાં હતાં, જેના પગલે ઘણા વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. આ ઉપરાંત દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ ઉપર કામગીરી અટકાવી દેવાઈ હતી. તે ઉપરાંત દિલ્હી આવતી ૭૦ ફ્લાઈટ ડાઇવર્ટ કરવામાં આવી હતી. બીજી તરફ દ્વારકા-નોઈડા મેટ્રો ૩૦ મિનિટ રોકવામાં આવી હતી. ગુડગાંવ, ફરીદાબાગ, ગાઝિયાબાદ, નોઈડા, દિલ્હી સહિતના અનેક વિસ્તારમાં અસર થઈ હતી. દિલ્હીમાં આઈપી એક્સ્ટેન્શનમાં મુખ્યપ્રધાન કેજરીવાલના કાર્યક્રમ માટે તૈયાર કરાયેલ મંડપ પણ આંધીમાં ઊડી ગયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાના કારણે થયેલા મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. વડા પ્રધાને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે દેશના અનેક ભાગમાં વાવાઝોડાના કારણે થયેલાં મોત પર દુઃખી છું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.