ઉત્તરપ્રદેશ ના બહરાઈચ માં એક સનકી પતિને પોતાની પત્ની અને દીકરાના સંબંધ પર શંકા હતી. એટલા માટે તેને પોતાની પત્નીને ગોળી મારી દીધી. પત્નીને ગોળી માર્યા પછી આરોપી પતિ ત્યાંથી ભાગી છૂટ્યો છે. લોકોની સૂચના મળવા પર પોલીસ તરત જ જગ્યા પર પહોંચી ગયી અને ઘાયલ પત્નીને હોસ્પિટલમાં દાખલ કરાવી. પરંતુ આરોપી પતિ હજુ પણ ફરાર છે. પોલીસ તેની શોધ કરી રહી છે.
આખો મામલો બહરાઈચ ના રામગાવ ક્ષેત્રના લાખોના ગામનો છે. રવિવાર ની મોડી રાત્રે એક અલીમ નામના વ્યક્તિએ પોતાની પત્નીને ગોળી મારી દીધી. ગોળીનો અવાઝ સાંભળીને જયારે ઘરના લોકો દોડ્યા ત્યારે આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો. ત્યારપછી પરિવાર મહિલાને લઈને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા.
પરિવારે જણાવ્યું કે અલીમના ત્રણ દીકરા છે જેમાંથી એક દીકરો માનસિક રીતે કમજોર છે. જેના કારણે તે તેની માતા સાથે વધારે સમય પસાર કરે છે અને તેની માતા પણ તેને ખુબ જ પ્રેમ કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે અલીમને શંકા હતી કે માનસિક રીતે કમજોર તેના દીકરા અને તેની પત્ની વચ્ચે ખોટો સંબંધ ચાલી રહ્યો છે. જેના કારણે તેને ગોળી મારી દીધી. હાલમાં પોલીસે પરિવારના જણાવ્યા અનુસાર કેસ નોંધી લીધો છે.
રામગામ ચોકી પ્રભારી બ્રહ્માનંદ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આરોપીનો દીકરો જેનું નામ રિયાઝ છે તે માનસિક રીતે કમજોર હોવાને કારણે હંમેશા તેની માતા સાથે જ રહેતો હતો. પરિવાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે અલીમ ખુબ જ શકી મિજાજ ધરાવતો હતો. તેને શંકા હતી કે માતા અને દીકરા વચ્ચે ખોટો સંબંધ છે અને તેના કારણકે પહેલા પણ તેમની વચ્ચે ઝગડા થયા હતા. રવિવારે મોડી રાત્રે જયારે પત્ની જમવાનું બનાવી રહી હતી ત્યારે પતિ પાછળથી ગોળી મારીને ભાગી ગયો. પોલીસે આખો કેસ નોંધી લીધો છે અને આરોપીની શોધ કરી રહી છે.