બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સુશીલ કુમાર મોદીને પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લામાંથી એક ધમકીભર્યો પત્ર મળ્યો છે, જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
ધમકીભર્યા પત્રમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે કે હું તમને જણાવું છું કે હું તૃણમૂલ કોંગ્રેસનો નેતા છું. મમતા બેનર્જી ભારતના આગામી વડાપ્રધાન બની શકે છે. મમતા બેનર્જી અને નીતિશ કુમાર ઝિંદાબાદ, હું તમને મારી નાખીશ
સ્પીડ પોસ્ટ દ્વારા અંગ્રેજીમાં લખાયેલો આ પત્ર આ સરનામે મોકલવામાં આવ્યો છે. ચંપા સોમ (સોમા) પોસ્ટ, ગામ-રાયન, જિલ્લો- પૂર્વ વર્ધમાન, પશ્ચિમ બંગાળ 713104. ચંપા સોમ (સોમા) એ આ પત્રમાં પોતાનો મોબાઈલ નંબર 7501620019 પણ મૂક્યો છે. આ પત્ર રાજેન્દ્ર નગર સ્થિત ખાનગી રહેઠાણના સરનામે મળ્યો છે. સુશીલ મોદીએ પત્રની સાથે પરબિડીયું પટનાના વરિષ્ઠ પોલીસ અધિક્ષકને મોકલીને વિનંતી કરી છે કે તેના પર કાર્યવાહી કરવામાં આવે.