ભ્રષ્ટાચારમાં પકડાયેલા પંજાબના સિનિયર IAS ઓફિસર સંજય પોપલીના પુત્ર કાર્તિક પોપલીએ આત્મહત્યા કરી લીધી હતી. કાર્તિકના મૃતદેહનું પીજીઆઈમાં ત્રણ ડોક્ટરોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
પોસ્ટમોર્ટમ કરનાર ડૉ.નવીન બંસલે જણાવ્યું કે મોત ગોળી વાગવાથી થયું છે. ગોળી કપાળમાંથી નીકળી ગઈ હતી. ગોળીથી માથું સંપૂર્ણ રીતે ફાટી ગયું હતું. શરીરના અન્ય ભાગો પર ઈજાના કોઈ નિશાન જોવા મળ્યા નથી. પોલીસના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ આત્મહત્યા છે. કાર્તિકનું પોસ્ટમોર્ટમ લગભગ ત્રણ કલાક ચાલ્યું.