નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કેન્દ્ર સરકાર પર આરોપ છે કે, તેઓએ કોરોના ટેસ્ટ માટે મોંઘી કીટ ખરીદી છે. જેની સ્પષ્ટતા હવે ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) દ્વારા કરવામાં આવી છે. નકલી દાવામાં કહેવામાં આવ્યું હતું કે, મોદી સરકાર એક ગુજરાતી કંપની દ્વારા 4500 રૂપિયામાં આશરે 500 રૂપિયાની રેપિડ કીટ મેળવી રહી છે. કોંગ્રેસ નેતા ઉદિત રાજે પણ આ પોસ્ટ શેર કરી છે.
આઇસીએમઆરએ આ દાવાને બોગસ તરીકે વર્ણવાની સાથે જ કહ્યું હતું કે, જો કોઈ ભારતીય કંપની તેમના નિયત દર કરતા સસ્તી કીટ આપી શકે તો તે આવકાર્ય છે. આઇસીએમઆરએ ટ્વીટ કર્યું છે કે, ‘આ બનાવટી સમાચાર છે. આઇસીએમઆરએ આરટી-પીસીઆર કીટ માટે 740-795 રૂપિયા અને રેપિડ ટેસ્ટ કીટ માટે 528-795 રૂપિયા નક્કી કર્યા છે. 4500 રૂપિયામાં કોઈ ટેસ્ટ કીટ લેવામાં આવી નથી.
આગળ લખ્યું છે કે, જો કોઈ ભારતીય કંપની ઓછા દરે સપ્લાય કરી શકે છે તો તેઓ આઇએમસીઆરનો સંપર્ક કરી શકે છે. આઇએમસીઆરએ તેના અધિકારી જેઓ હેલ્થ રિસર્ચ સાથે જોડાયેલા છે, તે અનુ નાગરનો નંબર પણ આપ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, 011-23736222 આ નંબર પર સંપર્ક કરી શકે છે.