પ્રાઈવેટ સેક્ટરની બેંક ‘IDBI’એ એટીએમ ટ્રાન્ઝેક્શનને લગતા નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. તેના અંતર્ગત નોનો IDBI બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડે છે અને ઓછા બેલેન્સના કારણે ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે તો ગ્રાહકોએ તેના માટે 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડશે. આ નિયમ 1 ડિસેમ્બર 2019થી લાગુ કરવામાં આવશે. IDBI બેંકે તેના ગ્રાહકોને મેસેજ કરીને આ વિશે જાણકારી આપી છે.
નિયત મર્યાદા કરતા વધુ ટ્રાન્ઝેક્શન પર ચૂકવવો પડે છે ચાર્જ
IDBI બેંક પોતાના એટીએમ પર અનલિમિટેડ એટીએમ ટ્રાન્ઝેક્શનની ઓફર કરે છે પરંતુ અન્ય બેંકોના એટીએમ પર આ મર્યાદા એક મહિનામાં મહત્તમ 5 ટ્રાન્ઝેક્શન સુધીની છે. આ મર્યાદાથી વધુ ટ્રાન્ઝેક્શન કરવા પર 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ફાઈનાન્શિયલ ચાર્જ ચૂકવવો પડે છે. નોન ફાઈનાન્શિયલ ચાર્જ 8 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન હોય છે. જણાવી દઈએ કે, પ્રાઈવેટ અને પબ્લિક સેક્ટરની મોટાભાગની બેંક પોતાના ગ્રાહકોને દરેક મહિને અમુક ફ્રી ટ્રાન્ઝેક્શન કરવાની છૂટ આપે છે પરંતુ ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ પૂરી થયા બાદ તેના માટે બેંક દ્વારા નક્કી કરવામાં આવેલ ચાર્જ ચૂકવવો પડે છે.