રાજ્યમાં કાળમુખો કોરોના હજુ પણ ગયો નથી છેલ્લા બે વર્ષથી તરખાટ મચાવી રહેલા કોરોનાએ ફરી એકવાક માથું ઉચક્યું છે. રાજ્યમાં રસીકરણને લઇ લોકોમાં એક આશા કિરણ તરીકે ઉભરી આવી હતી અને કોરોના સામે લડવા માટે એકમાત્ર રામબાણ ઉપચાર રસીને માનવામાં આવતુ હતુ પરંતુ રસી લીધા બાદ પણ કોરોના લોકોને શિકાર બનાવી રહ્યા છે રથયાત્રામાં મુખ્યમંત્રી ભગવાન જગન્નાથના દર્શને પહોંચે તે પહેલા મોટા સમાચારો મળી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોનાના હળવા લક્ષણો મળી આવ્યા છે જેને લઇ CM કવોરટાઇન થયા છે કોરોનાના હળવા લક્ષણના પગલે મુખ્યમંત્રી રથયાત્રાની સમીક્ષા બેઠકમાં પણ વર્રચુલી જોડાયા હતા જેને લઇ દરવર્ષ ભગવાન જગન્નાથની પહિંદવિધિ ન કરી શકે તે માટે વર્ષોવર્ષની પરંપરા તૂટી શકે છે.તેમજ સી એમ સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરાઇ છે દરવર્ષે પહિંદવિધિ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોના કારણે નહી કરી શકે.
