દુનિયાભરમાં કોરોના વાયરસ મહામારી ફેલાયેલી છે. જેના ભારતમાં છેલ્લા 50 દિવસથી લોકડાઉન આપવામાં આવેલું છે. આ સ્થિતિમાં ગર્ભ નિરોધક મળવું મુશ્કેલ છે. જેની અસર મોટા સ્તર ઉપર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમસ્યા આવનાર સમયમાં જનસંખ્યા નિયંત્રણ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન ગર્ભ નિરોધકનો ઉપયોગ કરવા માટે દેશમાં લાખો પુરુષો અને મહિલાઓ સક્ષમ નહીં હોય. જો સ્થિતિ સામાન્ય નહીં થઈ તો દેશમાં 2.4 કરોડથી 2.7 કરોડ દંપતીઓ ગર્ભ નિરોધકનો ઉપયોગ નહીં કરી શકે.
પરિણામ 20 લાખ અનઅપેક્ષિત ગર્ભધારણ થશે. જેના પગલે આઠ લાખ બાળકોનો જન્મ થશે. 10 લાખ ગર્ભપાત અને એક લાખ અસુરક્ષિત ગર્ભપાત થશે અને 2000 થી વધારે મોત થવાનું અનુમાન છે. ફાઉન્ડેશન ફોર રિપ્રોડક્ટિવ હેલ્થ સર્વિસ ઈન્ડિયા (FRHS)ના મુખ્ય કાર્યકારી અધિકારી વી.એચ. ચંદ્રશેખરના જણાવ્યા પ્રમામે લાઈવ જન્મદરમાં વધારો થઈ શકે છે. કારણ કે, લોકડાઉન દરમિયાન ગર્ભપાત કરાવવાને અસર થઈ છે. અનઈચ્છનીય ગર્ભ ધારણ કરનારી મહિલાઓ પોતાની ગર્ભાવસ્થા સાથે રહેવા મજબૂર બની શકે છે. કારણ કે તેમની પાસે ગર્ભપાત કરાવવા જેવી એટલી સુવિધા નહીં હોય.
HMIS ના અહેવાલ પ્રમાણે 2019માં સાર્વજનિક ક્ષેત્ર દ્વારા 35 લાખ નસબંધી, 57 લાખ આઈયુસીડી, 18 લાખ ઈન્જેક્ટ ગર્ભનિરોદખ સેવાઓ પ્રદાન કરી છે. ઉપરાંત દેશમાં 4.1 કરોડ ઓરલ ગર્ભનિરોધક ગોળીઓ, 25 લાખ ઈમર્જન્સી ગર્ભનિરોધક ગોળીઓ અને 32.2 કરોડ કોન્ડોમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. લોકોની અવરજવર ઉપર અંકુશના કારણે આવી સુવિધાઓમાં કમી આવી છે જેના કારણે લાખો મહિલાઓ અનઈચ્છાએ પણ ગર્ભધારણ કરવા મજબૂર બનશે. અને આવનાર સમયમાં જન્મદર ઉચકાય તેવી શક્યતા છે.