નોકરી ની શરૂઆત કરતા સમયે જ રિટાયરમેન્ટની પ્લાનિંગ કરી લેવી ભલાઈ છે. ઘણી વખત લોકો વિચારે છે કે, જો હું રિયાયરમેન્ટ સુધી 1 કરોડ રૂપિયા ભેગા કરી લવ તો લાઈફ સેટ છે, પરંતુ જ્યારે એ વિચારો છો ત્યારે બીજા ઘણા બધા ફેક્ટર્સ પર તેમનુ ધ્યાન જતુ નથી. કારણ કે, આજે જે 1 કરોડ રૂપિયા છે, તે 25 અથવા 30 વર્ષ બાદ તેની વેલ્યુ 1 કરોડથી ઓછી હશે. કારણ કે, પ્લાનિંગ કરતા સમયે અમે મોંઘવારીના ફેક્ટરને ધ્યાનમાં રાખતા નથી. અમે અહીંય પર તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, તમારા 1 કરોડનું રિટાયરમેન્ટ કોર્પસ તમારા માટે પુરતુ હશે કે નહી અને જો નહી તો તમારે શું કરવું જોઈએ.
1 કરોડમાંથી કેટલુ કપાશે તમારુ રિટાયરમેન્ટ
જ્યારે તમે 60 વર્ષની ઉંમરમા નિવૃત્ત થાવ તો માની લો કે, તમારા હાથમાં કરોડોની રકમ છે. તો તમે આ 1 કરોડમાંથી કેટલી ઉંમર ઘટાડી શકશો. જોકે, તે તમારી જીવનશૈલી શું છે તેના પર નિર્ભર છે, તમે પૈસા કેવી રીતે ખર્ચ કરો છો.
- ચાલો માની લઈએ કે, 1 કરોડ પર તમને વર્ષના 7 ટકા વ્યાજ મળી રહ્યુ છે અને 5 ટકા વર્ષની મોંઘવારી છે. તો તેનો મતલબ એ છે કે જો વાસ્તવિક વર્ષના રિટર્ન થયુ તો માત્ર 2 ટકા જ થયુ છે. માની લો કે, તમે રિટાયરમેન્ટ બાદ ઘણી કંજૂસી કરો છો અને માત્ર 25 હજાર રૂપિયા જ દર મહીને ખર્ચ કરો છો, તો તમે નિશ્વિત રહો કારણ કે, 1 કરોડ રૂપિયાની રકમ તમારી જિંદગી વિતાવવા માટે પર્યાપ્ત છે. કારણ કે, 25 વર્ષ બાદ આ રકમ બે ગણી થઈને 2 કરોડ રૂપિયા થઈ જશે, પરંતુ 25 વર્ષ બાદ 5 ટકા મોંઘવારી દરની સાથે 25 હજાર રૂપિયાની વેલ્યુ માત્ર 7,382 રૂપિયા હશે. શું આટલામા તમે તમારા ઘરનો ખર્ચ ચલાવી શકશો. આ પ્રશ્ન તમારા પર છોડીએ છીએ.
- જો તમારો માસિક ખર્ચ 50,000 રૂપિયા છે તો 1 કરોડ રૂપિયાની આ રકમ 19 વર્ષ સુધી ચાલશે, પરંતુ આજે તે 50,000 છે, 25 વર્ષ બાદ 5 ટકાની મોંઘવારી પ્રમાણે આ રકમની વેલ્યુ માત્ર 14765 રૂપિયા હશે. શું આટલામાં મહિનાનો ખર્ચો ચલાવવો પૂરતો હશે? થોડુ વિચારો.
- જો તમારો માસિક ખર્ચ 1 લાખ રૂપિયા છે તો આ ખૂબ જ મુશ્કેલીથી ચાલશે. મજાની વાત તો એ છે કે, આજથી 25 વર્ષ બાદ 1 લાખ રૂપિયાની વેલ્યૂ જો 5 ટકા વર્ષના મોંઘવારી હિસાબથી માત્ર 29530 હજાર રૂપિયા હશે. એટલે કે, શક્ય છે કે, તમારો માસિક ખર્ચ ઓછામાં ઓછો આટલો તો હશે જ, તો ફરી 9 વર્ષ બાદ તમારી જિંદગી કેવી રીતે વિતાવશો?
25 વર્ષ બાદ કેટલી હશે 1 કરોડની વેલ્યૂ
તેથી જ્યારે પણ તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરીને નિવૃત્તિ લેવાની યોજના કરો, ત્યારે મોંઘવારીને ધ્યાનમાં રાખો, આ એક એવી ભૂલ છે જે મોટાભાગના લોકો કરે છે. આને આ રીતે સમજો કે, જો 1 કરોડ રૂપિયા તમને આજની તારીખમાં ભારેખમ રકમ લાગી રહી છે. આજથી 25 વર્ષ બાદ 5 ટકાની વર્ષની મોંઘવારી દર પર તે તેની વેલ્યૂ માત્ર 29 લાખ 53 હજાર રૂપિયા હશે. 1 કરોડ જેટલું મૂલ્ય બનાવવા માટે તમારે 25 વર્ષ પછી 3.38 કરોડ રૂપિયાની જરૂર પડશે. પછી તમારે તે મુજબ યોજના કરવી પડશે
રિટાયરમેન્ટ બાદ ખર્ચાનું ધ્યાન રાખો
જ્યારે પણ તમે નિવૃત્તિ વિશે વિચારો તો કેટલીક મહત્વપૂર્ણ બાબતોને જરૂરથી ધ્યાનમાં રાખો. જ્યારે તમે નોકરીમાં હોવ ત્યારે ખર્ચ ખૂબ વધારે હોય છે. તેમાં મોટો ભાગ બાળકોના શિક્ષણ, લગ્ન, ઘરની EMIનો છે. લોકોને લાગે છે કે, જ્યાં સુધી નિવૃત્તિ આવશે ત્યાં સુધીમાં આ બધુ પૂર્ણ થઈ જશે અને નિવૃત્તિ પછી ખર્ચમાં ઘટાડો થશે. જોકે, મોટા ભાગે આવુ જ થાય છે, પરંતુ આપણે વૃદ્ધાવસ્થામાં તબીબી ખર્ચને અવગણી શકતા નથી. જે તમારી ઉંમરની સાથે ખર્ચાળ થઈ જાય છે. તમારો સ્વાસ્થ્ય વીમો, દવાઓના ખર્ચ, હોસ્પિટલના બિલ, નિયમિત ચેકઅપ્સ વગેરે મોટા ખર્ચ છે જે તમારે શરૂઆતથી ધ્યાનમાં રાખવું પડશે.