નશામાં ડ્રાઇવિંગ કરવાથી થતા મૃત્યુને લઇને સરકારે કડક પગલા ઉઠાવવા જઇ રહી છે. અત્યાર સુધી કોઇ કેસમાં કલમ 304 એ અંતર્ગત સજા તરીકે બે વર્ષની જેલ દંડ કે બંને થતા હતા. હવે સરકાર સજાની અવધિ વધારીને 7 વર્ષની જેલ કરી દેવાની તૈયારી સરકાર કરી રહી છે.
સુપ્રિમ કોર્ટે નશામાં ડ્રાઇંવિંગને કારણે થતા મૃત્યુ પર ટિપ્પણી કરી ચુકી છે. કોર્ટે હાલની સજા અપૂરતી હોવાની ટકોર કરી. સજા કડક બનાવવાની હિમાયત કરી હતી. આ અગાઉ સ્ટેન્ડિંગ કમિટીએ નશામાં ડ્રાઇવર્સને કારણે થનારી મોતના મામલામાં બદઇરાદાથી કરાયેલી હત્યાનો ગુનો દાખલ કરી કેસ ચલાવવાનો સુઝાવ આપ્યો હતો. આ ગુનામાં 10 વર્ષની જેલની સજાની જોગવાઇ છે.