જો તમારે તમારા આધારકાર્ડમાં એડ્રેસ અપડેટ કરાવવુ છે પણ તમારી પાસે કોઈ ડૉક્યૂમેન્ટ નથી તો તમારે મુશ્કેલ લાગશે કે, આ કામને કેવી રીતે કરી શકાય. જોકે, આધરાકાર્ડ જાહેર કરનાર સંસ્થા UIDAI તમને આ સુવિધા આપે છે કે, તમે કોઈપણ ડૉક્યૂમેન્ટ વગર પણ આધારકાર્ડમાં એડ્રેસ અપડેટ કરાવી શકે છે. તે માટે તમારે શું-શું કરવું જોઈએ તેની જાણકારી અહીંયા પર આપવામાં આવી રહી છે. UIDAI ની વેબસાઈટ uidai.gov.in પર લોગ ઓન કર્યા બાદ તમારે માય આધાર સેક્શનમાં અપડેટ યોર આધાર મેન્યૂ મળી જશે. તેમાં જવા પર તમારે ‘રિક્વેસ્ટ ફોર આધાર વેલિડેશન લેટર’નો ઓપ્શન મળશે. ત્યારબાદ એક નવુ પેજ ખુલશે જ્યાં 12 અંકની આધાર સંખ્યા અથવા 16 અંકની વર્ચુઅલ આઈડીની સાથે કેપ્ચા કોડ નાખવાનો રહેશે અને સેન્ડ OTP પર ક્લિક કરવાનુ રહેશે. ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલ 6 અંકના OTP ને નાખ્યા બાદ લોગ-ઈન બટન પર ક્લિક કરો.
ત્યારબાદ તમારે વેરિફાયર એટલે કે, તમારા એડ્રેસને વેરિફાઈ કરશે તે પરિવાર અથવા વ્યક્તિનું વિવરણ નાખવાનું રહેશે. જે હેઠળ જે તમારા એડ્રેસની વેરિફાઈ કરશે તે શખ્સનો આધાર નંબર નાખવાનો રહેશે. વેરિફાઈ કરનાર શખ્સને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ સંખ્યા પર એક લિંક મળશે. જેના પર ક્લિક કર્યાની સાથે જ તેને એક OTP મળશે જેને આધાર પોર્ટલ પર ઓટીપી અને કેપ્ચા કોડ નાખવાનો રહેશે. વેરિફિરેશન કરવાની સાથે જ તમારે SMS થકી સર્વિસ રિક્વેસ્ટ નંબર મળશે. ત્યારબાદ તમારે એસઆરએન નંબરની સાથે લોગાઈન કરી ડિક્લિયેરેશન પર ટિક કરવાનું રહેશે અને સબમિટ બટન દબાવવાનુ છે. ત્યારબાદ લોકલ લેંગ્વેજમાં એડ્રેસને એડિટ કરતા જ સેવ બટન પર ક્લિક કરવાનુ રહેશે. ત્યારબાદ ડિક્લિયેરેશન પર ટિક કર્યા બાદ સબમિટ કરો. હવે વેરિફાઈ કરનાર એડ્રેસ પર પોસ્ટ થકી એક એડ્રેસ વેલિડેશન લેટર મળશે. જેમાં એક સીક્રેટ કોડ મળશે. જે મળ્યા બાદ તમારે UIDAI ના ઓનલાઈન એડ્રેસ અપડેટ પોર્ટલ પર લોગઈન કરવાનું છે. સીક્રેટ કોડથકી એડ્રેસ અપડેટ કરવાનું છે અને નવા એડ્રેસને ચેક કર્યા બાદ છેલ્લે રિક્વેસ્ટ નાખવાની રહેશે. ત્યારબાદ તમારે એક URN મળશે. જેના થકી તમારે અરજીની સ્થિતિની જાણકારી મેળવી શકાય છે.