ટેકોપ્લેનિન (Teicoplanin)નામના ગ્લાયકોપેપ્ટાઇડ એન્ટિબાયોટિક દવાથી કોરોના વાયરસની સારવારમાં નવી આશા જન્મી છે. તાજેતરના સંશોધન દ્વારા જાણવામાં આવ્યું છે કે આ દવા હાલમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ કરતા 10 ગણા વધુ અસરકારક સાબિત થઈ શકે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) દિલ્હીએ 23 દવાઓના સંશોધન પછી આ દાવો કર્યો છે. IIT-D ની કુસમ સ્કૂલ ઓફ બાયોલોજિકલ સાયન્સમાં કોરોના વાયરસ માટે વપરાયેલી 23 દવાઓનું સ્ક્રીનીંગ કરાયુ હતું. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, જ્યારે અન્ય દવાઓના ટેકોપ્લેનિનની અસરની તુલના કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ દવા 10 ગણી કરતાંથી વધુ અસરકારક છે.આઇઆઇટી દિલ્હીના પ્રોફેસર અશોક પટેલ આ અધ્યયનનું નેતૃત્વ કરી રહ્યા હતા. પટેલે કહ્યું, “ટીકોપ્લાનિનની અસર અન્ય દવાઓની તુલનામાં કરવામાં આવી હતી. ટીકોપ્લેનિન SARS-COV-2ની સામે વાપરવામાં આવી રહેલી બાકી મુખ્ય દવાઓ જેવીકે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન અને લોપિનેવીરની સરખામણીએ 10 થી 20 ગણી વધુ અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.” આ સંશોધન આંતરરાષ્ટ્રીય જર્નલ ઓફ બાયોલોજિકલ મેક્રોમ્યુલેક્યુલ્સમાં પણ છપાયું છે.
એઈમ્સના ડો.પ્રદીપ શર્મા પણ આ સંશોધનનો એક ભાગ હતા. ટિકોપ્લેનિન એક ગ્લાયકોપેપ્ટાઇડ એન્ટીબાયોટીક છે. આ દવા માણસોમાં ઓછી માત્રામાં ઝેરી પ્રોફાઇલવાળા ગ્રેમ-પોઝિટિવ બેક્ટેરીયલ ચેપની સારવાર માટે આ દવાનો ઉપયોગ ખૂબ જ કરવામાં આવે છે. તેને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની પણ મંજૂરી મળી છે. IIT દિલ્હીના પ્રોફેસર પટેલે જણાવ્યું હતું કે, “તાજેતરમાં રોમમાં સપિએન્ઝા યુનિવર્સિટીમાં ટિકોપ્લેનિન સાથેનો ક્લિનિકલ અભ્યાસ કરવામાં આવ્યો છે. કોવિડ -19 સામે ટિકોપ્લેનિનની ભૂમિકા શું છે તે નિર્ધારિત કરવા માટે, મોટા પાયે જુદા જુદા તબક્કામાં કોવિડ દર્દીઓ પર અભ્યાસ કરવાની જરૂર છે.“ છેલ્લા 24 કલાકમાં 82 હજારથી વધુ નવા કેસ નોંધાવાની સાથે, ભારતમાં કોવિડ કેસની સંખ્યા 60 લાખને પાર થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે સવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં કોરોના ચેપના કુલ 60,74,702 કેસ છે. તેમાંથી 9,62,640 કેસ હજી પણ સક્રિય છે જ્યારે 50,16,520 લોકોને રિકવરી બાદ રજા આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 1,039 દર્દીઓનાં મોત સાથે મૃત્યુની સંખ્યા 95,542 પર પહોંચી ગઈ છે. દેશમાં રિકવરી દર 82.58 ટકા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. તો, મૃત્યુ દર ઘટીને 1.57 ટકા પર આવી ગયો છે.