પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોની માર-પીટની ઘટનાથી ઇન્ડિયન મેડિકલ એસોશિએશન દેશભરમાં સોમવારે 24 કલાકની હડતાળનું એલાન કર્યું છે. જેનાથી તમામ બિન-જરૂરી સુવિધાઓ બંધ રહેશે અને હોસ્પિટલોની OPD સવારે 6 વાગ્યાથી બંધ રહેશે. આ સિવાય IMAના દિલ્હી હેડક્વાટર્સમાં ધરણાં પ્રદર્શન સોમવારે સવારે 10 વાગ્યાથી શરૂ થશે.
IMAના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજન શર્માએ જણાવ્યું કે, પહેલીવાર કોર્પોરેટ હોસ્પિટલ પણ હડતાળમાં સામેલ થઇ રહ્યાં છે. એમ્સ અને સફદરગંજના રેસિડેન્ડ ડોક્ટર્સ એસોશિએશનને પણ હડતાળમાં સામેલ થવાની અપીલ કરી છે. જો કે તેમનું વલણ હજૂ સ્પષ્ટ થયું નથી. હાઇ ફિવર, ઇજા, છાતીમાં દુખાવો હોય, હાર્ટ અટેક આવે તો દર્દી ઇમર્જન્સીમાં જઇને સારવાર કરાવે, રૂટિન OPD બંધ રહેશે અને રૂટિન ઓપરેશન થશે નહી.