પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકા જતા પહેલા સાઉદી અરબના મક્કા પહોંચ્યા છે. તેઓ પોતાની પત્ની બુશરા બેગમ સાથે મક્કામાં ઉમરા માટે પહોંચ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં જોઈ શકાય છે કે ઈમરાન ખાન સફેદ વસ્ત્રોમાં જ્યારે તેમની પત્ની કાળા કલરના બુરખામાં જોવા મળ્યા. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ઈમરાન ખાન અને તેમની પત્ની જથ્થાબંધ કમાંડોઝથી ઘેરાઈને મક્કા પહોંચ્યા હતા.
ઈમરાન ખાન માટે પવિત્ર કાબાના દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા કે ત્યાં જઈને તેમણે જિયારત કરી. સમગ્ર પાકિસ્તાનમાં ચર્ચા થઈ રહી છે કે ઈમરાન ખાન ફક્ત બે જ વ્યક્તિઓની વાત સાંભળે છે એક તો પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવા અને બીજી તેમની પત્ની બેગમ બુશરા. બાવજા વિશે તો દુનિયાના લોકો ઘણું બધું જાણે છે પરંતુ બુશરા અંગે ક્યારેય કોઈ માહિતી સામે નથી આવતી.
પાકિસ્તાનમાં એવા લોકો ઘણા ઓછા છે કે જેઓ ઈમરાનની પત્ની બુશરાની આધ્યાત્મિક તકાત અને અંગત જીવન સાથે સંકળાયેલા તથ્યો વિશે કંઈ જાણતા હોય. બુશરાએ કેમેરા પર દાવો કર્યો છે કે ઈમરાન ખાન રસ્તો ભટકી ગયા હતા તેમને યોગ્ય માર્ગ પર કોઈ બીજું નહીં હું જ લાવી છું.
પાકિસ્તાનમાં તો લોકો એવી વાતો પણ કરી રહ્યા છે કે ઈમરાન ખાન દરેક વસ્તુ પોતાની બુશરા બેગમને પૂછી-પૂછીને જ કરે છે. કેમેરા પર ઈમરાન બોલતા હોય છે પરંતુ તેની સ્ક્રિપ્ટ તો બાજવા લખે છે પરંતુ ઈમરાન ક્યારે બોલશે અને કેટલું બોલશે તે બુશરા જ નક્કી કરતી હોય છે. આજની તારીખમાં પણ ઈમરાન ખાન પોતાની પત્નીની પસંદના જ કપડા પહેરતા હોય છે.