હેૈદ્રાબાદ તા.૧૫: આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદની રેસમાં પાછળ રાખી દીધા છે. આજતક ચેનલ પર પ્રસારીત ઓપીનીયન પોલના સર્વેમાં રાજયના ૪૪ ટકા લોકોએ રાહુલ ગાંધીને ૨૦૧૯માં વડાપ્રધાન પદ માટે લોકપ્રિય ચહેરો ગણાવ્યો હતો જયારે મોદીને ફકત ૩૮ ટકા લોકોએ પસંદ કર્યા છે. ઇંન્ડિયા ટુડે-માય એકસીસ સર્વેમાં બીજી ચોંકાવનારી બાબત મુખ્ય પ્રધાન પદ માટેના ચહેરાને લઇને સામે આવી છે. સર્વે અનુસાર રાજયના હાલના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ બીજા નંબર પર છે જયારેક મુખ્ય પ્રધાન તરીકે લોકોની પહેલી પસંદ જગનમોહન રેડ્ડી છે. રાજયના ૪૩ ટકા લોકોએ જગનમોહન રેડ્ડીને જયારે ૩૮ ટકા લોકોએ ચંદ્રાબાબુને મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરે છે. વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગન મોહન રેડ્ડીની લોકપ્રિયતામાં સતત વધારો થઇ રહયો છે. સર્વે અનુસાર રાજયના ૪૨ ટકા લોકો રાજયમાં ફેરફાર ઇચ્છે છે જયારે ૩૨ટકા લોકોએ નાયડુની કામગીરીને સારી ગણાવી છે. ૨૩ ટકા લોકો ચંદ્રાબાબુની કામગીરીને ઠીક-ઠીક જણાવે છે. એટલે જો આ ૨૩ ટકા લોકો જો જગનમોહન તરફ ખસે તો ટીડીપીની સરકાર જઇ શકે છે. જણાવી દઇએ કે ટીડીપી આ વર્ષે માર્ચમાં જ એનડીએ ગઠબંધન માંથી છુટી પડી છે. આંધ્રને વિશેષ દરજજો આપવાના મુદ્દે ટીડીપીએ ભાજપા સાથે નાતો તોડી નાખ્યો છે. હમણા ત્રણ દિવસ પહેલાં જ ટીડીપીએ તેલંગાણામાં કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.