ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માએ આપેલા મોહંમદ પંયબગર સાહેબ પર વિવાદિત નિવેદનને લઇ હજુ પણ મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિવેદનથી નુપુરુ શર્માની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે જયાં તેમને એક બાદ એક ધમકી મળી રહી છે જયારે નુપુરશર્માએ વિવાદિત નિવેદનને લઇ મુસ્લિમ સમાજના દ્રારા જુદા-જુદા ઇનામની જાહેરાત કરવામાં આવી રહી છે સૌ પ્રથમ ઉત્તરપ્રદેશમાંથી ઇનામની જાહેરાત સામે આવી હતી જેમાં નુપુરશર્માની જીભ કાપી લાવનારને 1 કરોડના ઇનામની જાહેરાત થઇ હતી ત્યાર બાદ અજમેરના દરગાહના ખાદીમ સલમાન ચિશ્તીએ નુપુરશર્માના માથું વાઢી નાખનારને પોતાનો ઘર આપવાની જાહેરાત કરી હતી જયાં રાજસ્થાનના પોલીસે રાત્રે ખાદીમ સલમાન ચિશ્તીની ધરપકડ કરી હતી
ત્યારે હરિયાણના નુહ જિલ્લાના એક વ્યક્તિ ઈર્શાદ પ્રધાને સોશિયલ મીડિયા પર નુપુર શર્માની જીભ કાપનાર વ્યક્તિને 2 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. વીડિયો વાયરલ થતાં જ નૂહ પોલીસે મુખ્ય આરોપી અને અન્યો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો પોલીસે આરોપીઓની શોધમાં તેમના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા બીજી તરફ હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે. દેશની શાંતિ ડહોળવા દેવામાં આવશે નહીં. મંત્રી વિજે કહ્યું કે દેશમાં આવું વાતાવરણ ઉભું થવા દેવામાં નહીં આવે. કેટલાક લોકોની ખરાબ ભાષા અને ખોટી વિચારસરણીને કારણે વાતાવરણને બગાડવા નહીં દે.
જયારથી નુપુરશર્માએ પયંગબર સાહેબ પર વિવાદિત નિવેદન આપ્યુ છે. ત્યારથી દેશમાં આશાંતિ ફેલાયેલી જોવા મળી રહી છે. ઠેર-ઠેર મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે આ બાબત અંગે સુપ્રિમકોર્ટે પણ નુપુરશર્માની આકરી ઝાટકણી કાઢી હતી અને દેશમાં શાંતિ ડહોળવા પાછળ નુપુરશર્માને જવાબદાર ઠેરવ્યા હતા