કેરળમાં ત્રિશ્શૂર જિલ્લાના રામવરમપુરમ ખાતે આવેલા સરકારી ઓલ્ડ એજ હોમમાં રહેતા 67 વર્ષીય કોચનિયાન મેનન અને 65 વર્ષીય લક્ષ્મી અમ્મલ લગ્નસંબંધથી બંધાયા છે. કહેવાય છે ને કે, પ્રેમ ઉંમર, જાતિ, ધર્મ વગેરેના બંધનોથી મુક્ત છે ત્યારે આવો જ એક બનાવ કેરળના ત્રિશ્શૂર જિલ્લામાં નોંધાયો છે જ્યાં તાજેતરમાં ઘરડાઘરમાં રહેતાં બે વૃદ્ધના લગ્ન સંપન્ન થયા છે. લક્ષ્મી અમ્મલ અને કોચનિયાન મેનન બંને છેલ્લા 30 વર્ષથી એકબીજાને ઓળખતા હતા અને નસીબજોગે તેમની મિત્રતા પ્રેમમાં પલટાતાં તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. લગ્ન સમયે લક્ષ્મી અમ્મલ લાલ રંગની સિલ્કની સાડી અને ઘરેણાંથી સજ્જ જોવા મળ્યા હતા અને તેમણે વાળની શોભા વધારવા તેમાં ચમેલીના ફૂલોનો ગજરો પણ લગાવ્યો હતો. જ્યારે મેનન લગ્ન વિિધમાં પરંપરાગત સફેદ ધોતી વસ્ત્ર અને શર્ટમાં જોવા મળ્યા હતા. લગ્ન સમયે કેરળના રાજ્ય મંત્રી વીએસ સુનીલ કુમાર પણ ઉપસિૃથત રહ્યા હતા.
સુનીલ કુમારે લગ્ન વિિધને પોતાના જીવનની સુંદર અને યાદગાર પળો ગણાવી હતી. સાથે જ તેમણે સરકાર દ્વારા સંચાલિત ઓલ્ડ એજ હોમમાં પ્રથમ વખત આ પ્રકારે લગ્ન થયા હોવાનું જણાવ્યું હતું. લગ્ન સમયે મંડપમાં લક્ષ્મી અમ્મલ અને મેનન ખૂબ જ ખુશખુશાલ જોવા મળ્યા હતા અને લગ્ન બાદ મહેમાનોને ભોજન પણ કરાવાયું હતું. તેઓ બંને છેલ્લા 30 વર્ષથી એકબીજને ઓળખતા હતા પરંતુ પાછલા થોડા વર્ષથી તેમનો સંપર્ક કપાઈ ગયો હતો. અમ્મલના પતિનું 21 વર્ષ પહેલા નિધન થયું હતું અને મેનન તેમના સહાયક તરીકે સેવા આપતા હતા. પતિના નિધન બાદ અમ્મલ પોતાના સંબંધીઓ સાથે રહેતા હતા અને બે વર્ષ પહેલા ઓલ્ડ એજ હોમમાં રહેવા આવ્યા હતા. ત્યાર બાદ બે મહીના પહેલા મેનન પણ ત્યાં રહેવા આવ્યા હતા અને 30 વર્ષની મિત્રતા પ્રેમમાં પરિણમતા બંનેેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.