રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની જવાબદારી જેને શિરે છે તે જ પ્રજા જોડે દાદાગીરી નજરે પડતા હોય તો પછી અસામાજિક તત્વોનો શું કહેવું તાજેતરમાં રાજકોટમાંથી એક પોલીસની દમનગીરીનો વિડિયો સામે આવ્યો હતો જેમાં કેટલાક પોલીસ કર્મીઓ ઇંડાની લારી પર વેપારીના દીકરાને માર માર્યો હતો કહેવાય છે પોલીસએ પ્રજાનું મિત્ર હોય છે પરંતું જયારે રક્ષક જ ભક્ષક બની જાય તો શું કહેવું તેવી જ રીતે અસામાજિક તત્વો રાજકોટમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી બેફામ બની પોતાની ધાક જમાવી રહ્યા છે શહેરના કાલાવડ રોડ પરથી અસમાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી છે શ્રીજી હોટલ પાસે આવેલા પાનના ગલ્લા પાસે કેટલાક શખ્સો આવે છે અને ગલ્લાવાળાને ધમકાવી ગલ્લો બંધ કરાવે છે જેને લઇ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. રાજકોટ શહેરમાં બેલગામ બનેલા અસામાજિક તત્વોને લઇ સામાન્ય જનતામાં પણ ડરની લાગણી જન્મી છે. આ પ્રવૃતિને પગલે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આ આવરા તત્વો સામે સખત કાર્યવાહી કરવા વેપારી મંડળમાં માગ ઉઠી છે.
