ભારત અને ચીન વચ્ચેના સબંધોથી સૌ કોઇ વાકેફ છે છેલ્લા કેટલાક સમયથી ચીન ભારતની જમીન પર બાજ નજર રાખીને બેઠો છે પરંતુ તે વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે ચીન-ભારત સરહદો પોતાની સૈન્ય ખસેડવાની શરૂઆત કરી દીધી છે ભારત અને ચીનની સેનાએ ગુરુવારથી લદ્દાખના ગોગરા-હોટ સ્પ્રિંગ્સ થી પીછેહઠ કરવાનુ શરૂ કરી દીધુ છે, આ અંગે ભારત-ચીને સંયુક્ત નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. બંને દેશો તણાવ ઓછો કરવા માટે કમાન્ડર સ્તરની મંત્રણાના 16મા રાઉન્ડમાં ખસી જવા સંમત થયા હતા. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 8 સપ્ટેમ્બર 2022થી સૈન્ય પાછા ખેંચવા પર સહમતિ સધાઈ હતી. આ અંતર્ગત બંને સેનાએ આયોજનબદ્ધ રીતે પીછેહઠ શરૂ કરી દીધી છે.
આ પહેલા લદ્દાખ ગલવાન ઘાટીમાં બંને દેશના સૈન્ય વચ્ચે ઘર્ષણ સર્જાયું હતુ બંને દેશોના જવાનોએ અથડામણમાં જીવ ગુમાવ્યા હતા બંને દેશો વચ્ચે અત્યાર સુધી 16 શાંતિ મંત્રણા બેઠક મળી ચૂકી છે 22 જૂને ચીન ખાતરી આપી હતી કે આગળના વિસ્તારમાંથી ઉંડાણવાળા વિસ્તારમાં સૈનિકો મોકલશે 16 રાઉન્ડની બેઠકમાં હાલ બંને દેશો વચ્ચે બેઠકમાં સરહદો પરથી સૈનિકોને પાછા ખસેડવા સહમિત દર્શાવી છે અને એક બીજાના દેશો વચ્ચે સબંધો મજબૂત બને તે દિશામાં પ્રયાસો હાથધર્યા છે