સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે. દિલ્લી-એનસીઆર, ઉત્તરપ્રદેશ, હરીયાણા, રાજસ્થાન, પંજાબ ઠુઠવાઇ રહ્યા છે. દિલ્હીમાં આજે સવારે જોરદાર ધુમ્મસ છવાતા 25 ટ્રેનો મોડી દોડી રહી છે. અને બે ટ્રેનનો સમય બદલાવાય રહ્યો છે. જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલ માં પહાડો પર બરફ અને વરસાદથી ગાત્રો થીજાવી દે તેવી ઠંડી પડી રહી છે. આવતા દિલસોમાં હજુ ઠંડી વધવાની શક્યતા છે. કાશ્મીરના પર્વત વિસ્તારોમાં હિમયાત ચાલુ છે.
દિલ્લીમાં ગાઢ ધુમ્મસ છવાતા 12 ટ્રેનો રદ કરવી પડી છે. વિમાન સેવાને પણ અસર પડી છે. દિલ્હીમાં આવતા દિવસોમાં હજુ ઠંડી વધેે તેવી શક્યતા છે. ઉત્તરાખંડમાં હિમયાત અને વરસાદ બાદ ઠંડીનો પ્રકોપ વધી ગયો છે. ત્યા પણ ગાઢ ધુમ્મસ છવાયુ છે. આવતા 3 દિવસ સુધી ધુમ્મસ રહે તેવી શક્યતા છે.