ઉત્તરાખંડમાં પોસ્ટલ સર્કલમાં ડાક સેવક પદ માટે અરજી મગાવામાં આવી છે. આ ભરતીના માધ્યમથી 744 ઉમેદવારની પસંદગી કરવામાં આવશે અને પસંદગી પામનાર યુવકેની જલ્દી નિમણૂંક કરવામાં આવશે. તમે પણ જો આ ભરતીમાં અરજી કરવા ઇચ્છો છો તો આ પદ માટે યોગ્ય હોય તો અરજી કરવા અંતિમ તારીખ પહેલા એપ્લાય કરો. જગ્યા: 744 ગ્રામીણ ડાક સેવક પદ માટે બહાર પડેલી જગ્યામાં ઓબીસી માટે 106, એસસી માટે 142, એસટી માટે 23 અને જનરલ માટે 446 જગ્યા
યોગ્યતા: આ ભરતી માટે ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10 ધોરણ પાસ કરેલ હોવો જોઇએ.
ઉંમર : ઉમેદવારે 18થી 40 વર્ષનો હોવો જોઇએ. ઉમેદવારની ઉંમર 19-01-2018 પર નક્કી કરવામાં આવશે
ફી : અરજી કરનાર ઉમેદવારે 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે એસસી-એસટી અને મહિલા ઉમેદવારે ફી આપવાની નહી રહે
અરજી કરવાની અંતિમ તારીખ : 20 જૂન 2018
કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર પોસ્ટ વિભાગની વેબસાઇટ www.appost.in પર જઇ અરજી કરી શકે છે.
કેવી રીતે થશે પસંદગી: ઉમેદવારની પસંદગી શૈક્ષણિક મેરિટના આધારે કરવામાં આવશે