India:લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો ઉમેદવારો નક્કી કરવા લાગ્યા છે. રાજકીય લોકો શા માટે લોકસભા પસંદ કરી રહ્યાં છે. તેનો એક સરવે જાહેર થયો છે. જેમાં જાહેર થયું છે કે એક ચૂંટણી લડો એટલે સંપત્તિ બે ગણી થઈ જાય બીજી વખત ચૂંટાવ તો પહેલાં કરતાં 4 ગણી સંપતિ થઈ જાય છે. આમ એકના બે ગણાં નાણાં કરવાની ચૂંટણી હોય છે. 2004ની લોકસભા વખતે તેની સંપત્તિ રૂ. 1 કરોડ હતી તે 2019માં વધીને રૂ. 17 કરોડ થઈ ગઈ હતી.
દેશના ઉદ્યોગપતિઓની સંપત્તિમાં પણ આટલો વધારો થતો નથી. બધામાં ગંભીર બાબત એ છે કે સાંસદોની આવકમાં 1 હજાર ટકાનો વધારો થયો છે પણ તેઓ સરકારને આવક વેરો ચૂકવે છે તેમાં 100 ટકાનો વધારો પણ થયો નથી. આવક વધે છે પણ આવકવેરો ભરવામાં ઠાગાઠૈયા, સત્તાના સાંસદો પર ઈડી કે આવક વેરાના દરોડા પડતાં નથી, બીજા પક્ષના સાંસદો પર દરોડા પડે છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઈલેક્શન વોચે 2004 અને 2019ની લોકસભા ચૂંટણી વચ્ચે ફરીથી ચૂંટાયેલા 23 સાંસદોના સ્વ-સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે.
સરખામણીનો સારાંશ
2004માં ફરીથી ચૂંટાયેલા 23 સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ. 1.52 કરોડ હતી.
2009માં ફરીથી ચૂંટાયેલા 23 સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ. 3.46 કરોડ હતી.
2014માં ફરીથી ચૂંટાયેલા 23 સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ. 9.85 કરોડ હતી.
2019માં ફરીથી ચૂંટાયેલા 23 સાંસદોની સરેરાશ સંપત્તિ 17.51 કરોડ રૂપિયા હતી.
2004 અને 2019 લોકસભા ચૂંટણી વચ્ચે આ 23 ફરીથી ચૂંટાયેલા સાંસદોની સરેરાશ સંપત્તિ વૃદ્ધિ રૂ. 15.98 કરોડ છે. સરેરાશ ટકાવારી વૃદ્ધિ 1045% છે.
કયા સાંસદો વધારે કમાયા
સૌથી વધુ સંપત્તિ વૃદ્ધિ સાથે ટોચના 3 ફરીથી ચૂંટાયેલા સાંસદો (રૂપિયાની દ્રષ્ટિએ)
બીજાપુર મતવિસ્તારના ભાજપના જીગાજીનાગી રમેશ ચાંડપ્પાએ તેમની સંપત્તિમાં મહત્તમ રૂ. 49.86 કરોડનો વધારો જાહેર કર્યો છે, જે 2004માં રૂ. 54.80 લાખથી વધીને રૂ. 20.86 કરોડ થયો હતો. 2019માં 50.41 કરોડ વધારો થયો હતો.
સુલતાનપુર મતવિસ્તારમાંથી ભાજપના મેનકા સંજય ગાંધીની સંપત્તિ 49.02 કરોડ રૂપિયા વધી છે. 2004માં 6.66 કરોડ રૂપિયા હતી, જે 2019માં 55.69 કરોડ રૂપિયા થઈ ગઈ હતી.
ગુડગાંવ મતવિસ્તારમાંથી ભાજપના રાવ ઈન્દ્રજીત સિંહની સંપત્તિમાં 36.58 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. 2004માં 5.51 કરોડ રૂપિયાથી વધીને 2019માં રૂપિયા 42.09 કરોડ થઈ ગયો હતો.
23 સાંસદોની કુલ સંપત્તિમાં વધારો
લોકસભા 2019 સુધીમાં ફરીથી ચૂંટાયેલા 23 સાંસદોની કુલ સંપત્તિ 402.79 કરોડ રૂપિયા હતી, જે લોકસભા 2014માં 226.58 કરોડ રૂપિયા હતી. લોકસભા 2009માં રૂ. 79.73 કરોડ અને લોકસભા 2004માં રૂ. 35.18 કરોડ સંપત્તિ હતી.
તમામ સાંસદોની કુલ સંપત્તિ
લોકસભા 2019માં 402 કરોડ
લોકસભા 2014માં 226 કરોડ
લોકસભા 2009માં 79 કરોડ
લોકસભા 2004માં 35 કરોડ વધી હતી.
તમામ સાંસદોની સરેરાશ સંપત્તિ
લોકસભા 2019માં 17 કરોડ
લોકસભા 2014માં 9 કરોડ
લોકસભા 2009માં 3 કરોડ
લોકસભા 2004માં 1 કરોડ
વાર્ષિક પોતાની આવક – લોકસભા 2019
1 – જીગ્જીનાગી રમેશ ચાંદપ્પા, ભાજપ, કર્ણાટક, બીજાપુર વિસ્તાર ખેતીવાડીથી 44 લાખ
2 – મેનકા સંજય ગાંધી, ભાજપ, ઉત્તર પ્રદેશ, સુલતાનપુર બેઠક મંત્રીઓના પગાર અને ભથ્થાથી રૂ. 2 કરોડ 32 લાખ
3 – રાવ ઈન્દ્રજીત સિંહ, ભાજપ, હરિયાણા, ગુડગાંવ વિસ્તાર, કૃષિ અને સમાજ કલ્યાણ ભાડું, વ્યાજ, પગાર, કૃષિની આવક રૂ. 1 કરોડ 58 લાખ
4 – દુષ્યંત , ભાજપ, રાજસ્થાન, ઝાલાવાડ વિસ્તાર, સંસદ પગાર અને ભથ્થાં, કૃષિ આવક, ભાડું, ડિવિડન્ડ રૂ. 71 લાખ.
5 – જી એમ સિદ્ધેશ્વર, ભાજપ, કર્ણાટક, દાવણગેરે મત વિસ્તાર, ખેડૂત અને સામાજિક કાર્ય, 73 લાખ.
6 – દાનવે રાવસાહેબ દાદારાવ, ભાજપ, મહારાષ્ટ્ર, જાલના વિસ્તાર, ખેતી અને સામાજિક કામ 45 લાખ
7 – ડી.વી. સદાનંદ ગૌડા , ભાજપ, કર્ણાટક, બેંગ્લોર ઉત્તર, ખેડૂત અને ભાડાની આવક અને પગાર રૂ. 1 કરોડ
8 – અસદુદ્દીન ઓવૈસી AIMIM, તેલંગાણા, હૈદરાબાદ વિસ્તાર, રાજકારણીનો પગાર 10 લાખ
9 – રાહુલ ગાંધી, કોંગ્રેસ, કેરળ, વાયનાડ વિસ્તાર, ભાડાની આવક, સાંસદનો પગાર, રોયલ્ટી આવક, વ્યાજ,મ્યુચ્યુઅલ ફંડમાંથી આવક અને મૂડી લાભ રૂ. 1 કરોડ.
10 – સોનિયા ગાંધી, કોંગ્રેસ, ઉત્તર પ્રદેશ, રાયબરેલી વિસ્તાર, ભાડાની આવક, સાંસદોના પગાર, રોયલ્ટીની આવક, વ્યાત બેંકો, બોન્ડ્સ, ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ રૂ. 9 લાખ
11 – પ્રહલાદ જોશી, ભાજપ, કર્ણાટક, ધારવાડ વિસ્તાર, સમાજ સેવા, પગાર, ભાગીદાર રૂ. 53 લાખ
12 – ભર્તૃહરિ મહતાબ, બીજેડી, ઓડિશા, કટક વિસ્તાર લેખક અને સાંસદ પગાર, મિલકતમાંથી આવક, વ્યાજ
રૂ. 9 લાખ.
13 – અનંતકુમાર હેગડે, ભાજપ, કર્ણાટક, ઉત્તર કન્નડ વિસ્તાર વેપાર અને કૃષિ રૂ. 4 લાખ
14 – અધીર રંજન ચૌધરી, કોંગ્રેસ, પશ્ચિમ બંગાળ, બહરમપુર વિસ્તાર સામાજિક કાર્યકર રૂ.12 લાખ 25 હજાર
15 – ભાવના પુંડલીકરાવ ગવલી, શિવસેના, મહારાષ્ટ્ર, યવતમાલ વિસ્તાર ઓઈલ મિલ, ખેતી રૂ. 38 લાખ
16 – સંજય શામરાવ ધોત્રે, ભાજપ, મહારાષ્ટ્ર, અકોલા વિસ્તાર બિઝનેસ એન્જિનિયરિંગ, ખેતી રૂ. 5 લાખ 52 હજાર.
17 – બ્રિજ ભૂષણ શરણ સિંહ, ભાજપ, ઉત્તર પ્રદેશ, કૈસરગંજ વિસ્તાર કૃષિ રૂ. 9 લાખ.
18 – શ્રીપદ યેસો નાઈક, ભાજપ, ગોવા નોર્થ બિઝનેસ અને ઈન્ટરનેશનલમાંથી આવક, રૂ 7 લાખ.
19 – ગણેશ સિંહ, ભાજપ, મધ્ય પ્રદેશ, સતના વિસ્તાર કૃષિ રૂ. 7 લાખ 57 હજાર.
20 – ગદ્દીગૌદર પર્વતગૌડા ચંદનગૌડા, ભાજપ, કર્ણાટક, બાગલકોટ વિસ્તાર કૃષિ અને વકીલ રૂ. 4 લાખ
21 – રાકેશ સિંહ, ભાજપ, મધ્ય પ્રદેશ, જબલપુર વિસ્તાર ખેડૂત રૂ. 6 લાખ.
22 – વીરેન્દ્ર કુમાર, ભાજપ, મધ્ય પ્રદેશ, ટીકમગઢ વિસ્તાર, સામાજિક કાર્યકર રૂ. 13 લાખ.
23 – મનસુખભાઈ વસાવા, ભાજપ, ગુજરાત, ભરૂચ વિસ્તાર ખેડૂત અને સામાજિક કાર્ય રૂ. 4 4 લાખ.