India Action on Pakistan ભારતે પાકિસ્તાન સામે આર્થિક હથિયાર ઉપાડ્યું: ADB ફંડમાં કપાતની માંગ સાથે કડક દબાણ
India Action on Pakistan 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ઘાતક આતંકી હુમલાની પાશ્વભૂમિમાં, ભારતે પાકિસ્તાન સામે વૈશ્વિક સ્તરે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગે પ્રવાસીઓ હતા. હુમલાના પગલે પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધ્યો છે, જેને પગલે ભારતે હવે કૂટનીતિની સાથે આર્થિક હથિયાર પણ ઉપાડ્યું છે.
ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇટાલીના મિલાનમાં યોજાયેલી 58મી એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ની વાર્ષિક બેઠકમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ADB પ્રમુખ મસાટો કાંડાને મળીને સ્પષ્ટપણે માગ કરી કે આતંકવાદને આધારીત દેશોને આપવામાં આવતું ભંડોળ અટકાવવામાં આવે. ખાસ કરીને પાકિસ્તાનને મળતા નાણાકીય સહાયમાં કપાત કરવી જોઈએ, કારણ કે તે દેશ આતંકવાદનો આધારબિંદુ બન્યો છે.
Union Finance Minister Smt. @nsitharaman met Mr. Masato Kanda @ADBPresident during the 58th #ADBAnnualMeeting in Milan, Italy, today.
The Union Finance Minister reiterated that India focuses on private sector-led economic growth and has been consistently creating a conducive… pic.twitter.com/mjiqXliKSB
— Ministry of Finance (@FinMinIndia) May 5, 2025
નાણામંત્રીએ ADB ઉપરાંત ઇટાલીના નાણામંત્રી ગિયાનકાર્લો જ્યોર્જેટ્ટી સમક્ષ પણ આ મુદ્દો ઊઠાવ્યો. તેમણે જણાવ્યુ કે ભારત અર્થતંત્રને ખાનગી ક્ષેત્રની સહભાગિતાથી મજબૂત બનાવી રહ્યું છે અને વિશ્વસનીય નીતિ અને નિયમનકારી માળખું ઊભું કરી રહ્યું છે.
અંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝના તાજેતરના અહેવાલ મુજબ, ભારત સાથે તણાવના કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ગંભીર ફટકો પડી શકે છે. તેમની ડિપ્લોમેટિક અવરોધો અને નાણાકીય સહાયમાં આવનારી ઘટાડો પાકિસ્તાનના દેવા ચૂકવવાના પ્રયાસોને પણ ખોરાં નાખી શકે છે. વિદેશી ભંડાર પહેલેથી જ ઓછું હોય ત્યારે આવા દબાણો તેની નબળી હાલતને વધુ ઊંડો બનાવી શકે છે.
ભારતની આ વ્યૂહાત્મક ચાલથી પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધશે અને તે ફક્ત હથિયારોથી નહીં, પણ નાણાંકીય માર્ગથી પણ તેના પર ઘેરાવ કરવામાં આવી રહ્યો છે.